आर्थिक

Blog single photo

ટાટા મોટર્સે ટિઆગો એક્સટીએ રજૂ કરી, જેની કિંમત 5.99 લાખ ...

04/03/2021

મુંબઈ, નવી દિલ્હી, 04 માર્ચ ( હિ.સ.)    ટાટા મોટર્સે ગુરુવારે તેની સફળ હેચબેક ટાટા ટિયાગોના નવા એક્સટીએ વેરિઅન્ટને લોન્ચ કરવાની જાહેરાત કરી છે. નવા એક્સએસટીએ વેરિએન્ટની પ્રારંભિક કિંમત રુ..5.99 લાખ છે. હાલના ટાટા ટિયાગોના એક્સ ટ્રીમમાં કંપનીએ એએમટી વેરિઅન્ટ ઉમેર્યું છે. ગ્રાહકો પાસે હવે ટિયાગો શ્રેણીમાંથી પસંદ કરવા માટેના ઘણા વિકલ્પો છે. 

ટિયાગો વર્ષ 2016 માં શરૂ કરવામાં આવી હતી, અને ત્યારથી તે તેના સેગમેન્ટમાં ખૂબ સફળ રહી છે. ત્યારબાદ, વર્ષ 2020 માં પ્રોડક્ટનુ બીએસ 6 સંસ્કરણ રજૂ કરવામાં આવ્યુ હતુ, જેને જીએનસીએપી દ્વારા 4 સ્ટાર સેફટી રેટિંગ પણ પ્રાપ્ત થઇ હતી. તે તેના સેગમેન્ટમાં સૌથી સલામત કાર બની હતી. આ કાર ઘણી આકર્ષક સુવિધાઓથી સજ્જ છે. હર્મન દ્વારા 7 ઇંચની ઇન્ફોટેનમેન્ટ ટચસ્ક્રીન, 15 ઇંચના  એલોય વ્હીલ્સ, ઓટોમેટિક વાતાવરણ નિયંત્રણ અને ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કસ્ટર વગેરે શામેલ છે.

 ટાટા મોટર્સના માર્કેટિંગ હેડ વિવેક શ્રીવત્સના જણાવ્યા અનુસાર, 'ટિયાગોને તમામ ક્ષેત્રનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. ભારતમાં સ્વચાલિત(ઓટોમેટિક) ટ્રાન્સમિશન (એટી) સેગમેન્ટ ઝડપથી વિકસી રહ્યુ છે અને ટિયાગોના વેચાણ દ્વારા પણ તે સાબિત થયુ છે. એટી માટે ગ્રાહકોની વધતી પસંદગીને જોતાં, અમે આ રેન્જમાં એક્સટીએ સંસ્કરણ રજૂ કરવા માટે ઉત્સાહિત છીએ. અમને વિશ્વાસ છે કે, આ નવુ વેરિઅન્ટ મધ્ય હૈચ સેગમેન્ટમાં માત્ર સ્પર્ધાત્મક ધાર જ નહીં, પણ ગ્રાહકોને દરેક કિંમતે પસંદ કરવા માટે એક સુલભ વિકલ્પ પણ પ્રદાન કરશે.' 

 હિન્દુસ્થાન સમાચાર / વિનય / માધવી 


 
Top