भारत

Blog single photo

18 વર્ષ થી ઉપરના લોકો ને કોરોના રસી લેવા માટે આજે સાંજે 4 વાગ્યા થી નોંધણી શરુ થશે

28/04/2021

નવી દિલ્હી, 28 એપ્રિલ (હિ.સ.). 18 વર્ષથી વધુ વયના લોકોને રસી લગાવવા માટે, આજે બુધવારે સાંજે 4 વાગ્યાથી ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. 1 મે થી શરુ થનારા રસીકરણ કાર્યક્રમ અંતર્ગત, 18 વર્ષથી વધુ ઉંમરના લોકો, આજે ​​સાંજે ચાર વાગ્યાથી રસી લેવાની પ્રક્રિયા માટે નોંધણી કરી શકશે. જોકે, આરોગ્ય મંત્રાલયે અગાઉ રાત્રે 12 વાગ્યાથી નોંધણી પ્રક્રિયા શરૂ કરવાનું કહ્યું હતું. આ અંગે આરોગ્ય મંત્રાલય દ્વારા કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ તકનીકી ખામીને કારણે આ પ્રક્રિયા સાંજે ચાર વાગ્યે શરૂ કરવામાં આવશે.

આ વખતે કેન્દ્ર ઉપર સીધી રસી મુકવી શકાશે નહીં, આ માટે તમારે પૂર્વ નોંધણી કરાવવી પડશે. કોવિન, આરોગ્ય અને ઉમંગ એપ પર નોંધણી કરાશે. આમાં, તમને રસીકરણની તારીખ અને સમય જણાવવામાં આવશે, તેના આધારે તમે રસી મેળવી શકશો. તે જ સમયે, વોક-ઇન સુવિધા 45 વર્ષથી વધુ વયના લોકો માટે ઉપલબ્ધ રહેશે, તેમના માટે નોંધણી જરૂરી રહેશે નહીં.

તમે ઓનલાઇન નોંધણી કરાવી શકશો 
રસી મેળવવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કોવિન 2.0 પોર્ટલ ઉપરની https://selfregifications.cowin.gov.in/ લિંક ઉપર ક્લિક કરીને કરી શકાય છે. લાભકર્તાએ આ લિંક પર પોતાનો મોબાઇલ નંબર લખવો પડશે. નંબર ટાઇપ કર્યા પછી, ઓટીપી પર ક્લિક કરવાથી એક ઓટીપી જનરેટ થશે, જે મોબાઇલમાં દાખલ કરવો પડશે. આ પછી, જોડાયેલ આઈ.ડી. ના આધારે નામ, ઉંમર, લિંગ માહિતી દાખલ કરવી પડશે. આ પછી, કેન્દ્રની નામ, તારીખ, વગેરેની માહિતી તમારી સુવિધા મુજબ દાખલ કરી શકાય છે. તમે સંબંધિત તારીખે ઇચ્છતા કેન્દ્ર પર આઇડી સંબંધિત દસ્તાવેજ જોડીને રસી મેળવી શકો છો.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી /માધવી 


 
Top