खेल

Blog single photo

ટી-20 ક્રિકેટમાં, ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર ચહલ - બુમરાહ ને પાછળ છોડ્યો ...

13/03/2021

નવી દિલ્હી, 13 માર્ચ ( હિ.સ.) ઈંગ્લેન્ડમાં સામે  પ્રથમ ટી -20 મેચમાં, ભારતીય ક્રિકેટ ટીમને ભલે પરાજયનો સામનો કરવો પડ્યો હશે, પરંતુ આ મેચ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ માટે ખાસ હતી. ચહલે આ મેચમાં અંગ્રેજી બેટ્સમેન જોસ બટલરની વિકેટ લીધી હતી. આ સાથે જ તે ભારત તરફથી ટી 20, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. 

ચહલે આ કેસમાં ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને પણ પાછળ છોડી દીધો છે. ચહલે, 46 ટી -20 મેચોમાં 60 વિકેટ ઝડપી છે. અંગત કારણોસર ઇંગ્લેન્ડ સામે, ટી 20 સિરીઝ નહીં રમનાર જસપ્રિતે, 50 મેચોમાં 59 વિકેટ ઝડપી છે. ત્રીજો નંબર રવિચંદ્રન અશ્વિનનો છે. જેણે 46 મેચોમાં 52 વિકેટ ઝડપી છે. 

મહત્વનુ એ છે કે, ભારતે પ્રથમ ટી 20 મેચમાં 7 વિકેટે, 124 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરે સૌથી વધુ, 67 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઇંગ્લેન્ડે 15.3 ઓવરમાં મેચ પોતાને નામે કરી હતી. 

 હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી 


 
Top