आर्थिक

Blog single photo

સતત 12 માં દિવસે પણ પેટ્રોલ-ડીઝલ ના ભાવોમાં કોઈ ફેરફાર નહિ

11/04/2021

નવી દિલ્હી, 11 એપ્રિલ ( હિ.સ.) જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓએ સતત 12 મા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી. ઓઇલ કંપનીઓએ છેલ્લે 30 માર્ચ, 2021 ના રોજ  ફેરફાર કર્યા હતા. 

રાજધાની દિલ્હીમાં રવિવારે પેટ્રોલ, 90.56 રૂપિયા અને ડીઝલ 80.87 રૂપિયા પ્રતિ લિટર રહ્યુ હતુ. જોકે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાશ જોવા મળી રહી છે. 

ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ મુજબ, મુંબઇ, કોલકાતા અને ચેન્નાઈના અન્ય મહાનગરોમાં પેટ્રોલના ભાવ અનુક્રમે રૂ. 96.98, રૂ. 90.77 અને  92.58 રૂપિયા રહ્યા છે. તે જ સમયે, આ મહાનગરોમાં ડીઝલ પણ અનુક્રમે રૂ 87.96, 83.75 રૂ.અને 85..88 રૂ. પ્રતિ લીટર રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં, નરમાઇ ચાલુ રહે છે. એક દિવસ પહેલા, બ્રેન્ટ ક્રૂડ 0.25 ડોલર ઘટીને 62.95 ડોલર પ્રતિ બેરલ, જ્યારે ડબ્લ્યુટીઆઈ ક્રૂડ 0.28 ડોલર ઘટીને, 59.32 ડોલરના સ્તરે બંધ રહ્યુ હતુ.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / હિતેશ


 
Top