विदेश

Blog single photo

ઇઝરાયલ, ભારત ને જીવન રક્ષક ઉપકરણો મોકલશે

04/05/2021

યરુસલમ / નવી દિલ્હી, 04 મે (હિ.સ.) ઇઝરાયલ ના વિદેશ મંત્રાલયે મંગળવારે કહ્યુ છે કે, " ઇઝરાયલ, ભારતને જીવન બચાવવાના ઉપકરણો મોકલશે. તેમાં ઓક્સિજન જનરેટર્સનો પણ સમાવેશ છે, જે આ મુશ્કેલ સમયમાં દેશને કોરોના રોગચાળા સામે લડવામાં મદદ કરશે."

વિદેશ પ્રધાન ગાબી અશ્કેનજીએ કહ્યું હતુ કે, " ભારત એ ઇઝરાયલ નો એક નજીકનો અને મહત્વપૂર્ણ મિત્ર છે. આ મુશ્કેલ સમયમાં અમે ભારતની સાથે ઉભા છીએ. ખાસ કરીને મુશ્કેલ પરિસ્થિતિમાં, ભારતને જીવન સહાયક ઉપકરણો સહાય રૂપે પૂરી પાડવામાં આવી રહ્યા છે, જેથી ભારતીય બહેનો અને ભાઈઓને મદદ મળી શકે."

ઇઝરાયલના વિદેશ મંત્રાલયે કહ્યુ છે કે, " બુધવારથી તબીબી ઉપકરણોની માલ ભારત મોકલવામાં આવશે. ફ્લાઇટ આખા સપ્તાહ દરમિયાન ચાલુ રાખવામાં આવશે." વિદેશ મંત્રાલય, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ, આરોગ્ય મંત્રાલય, નાણાં મંત્રાલય અને નિયંત્રણ કેન્દ્ર, નવી દિલ્હી સ્થિત ભારતીય દૂતાવાસ અને ભારતમાં ઇઝરાઇલ દૂતાવાસ સાથે મળીને કામ કરી રહ્યુ છે.

નોંધનીય છે કે, ભારતમાં કોરોનાના કિસ્સા ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 3,57,229 નવા કેસ નોંધાયા છે, જ્યારે 3449 લોકોના મોત નીપજ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / સુપ્રભા સક્સેના / હિતેશ 


 
Top