आर्थिक

Blog single photo

સાઉદી અરેબિયા ભારત સિવાય એશિયન દેશો માટે ક્રૂડ ઓઇલમાં સપ્લાય ઘટાડી....

12/03/2021

નવી દિલ્હી, 12 માર્ચ ( હિ.સ.) ક્રૂડ ઓઇલના વિશ્વના સૌથી મોટા ઉત્પાદક, સાઉદી અરેબિયાએ એપ્રિલ સુધીમાં ચાર ઉત્તર એશિયાઈ દેશો માટે ક્રૂડ ઓઇલ સપ્લાયમાં 15% સુધીનો ઘટાડો કર્યો છે. પરંતુ ખાસ વાત એ છે કે, ભારતની રિફાઇનરીઓ અગાઉની જેમ સપ્લાય થતી રહેશે. સૂત્રોના હવાલેથી શુક્રવારે આ માહિતી આપવામાં આવી છે.

સાઉદી અરેબિયાનો નિર્ણય એવા સમયે આવ્યો છે, જ્યારે તેલ ઉત્પાદક દેશોના જૂથ ઓપેક અને તેના સાથીઓએ આ મહિનાની શરૂઆતમાં એપ્રિલ સુધીમાં ઉત્પાદન ઘટાડવાનુ ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો. બીજી તરફ સાઉદી અરેબિયાએ ચીનની રિફાઇનરીઓ માટેનો પુરવઠા માં  થોડો ઘટાડો કર્યો છે. જ્યારે જાપાન માટેના વોલ્યુમમાં 10% -15% નો ઘટાડો કરવામાં આવ્યો છે.

ભારતના ત્રણ સૌથી મોટા  રિફાઇનિંગ સ્ત્રોતો ના અનુસાર, સાઉદી અરેબિયાની સરકારી માલિકીની સાઉદી અરામકોએ, એપ્રિલમાં ભારત માટે વધારાના પુરવઠામાં વધારો કરવાની માંગને નકારી હતી, પરંતુ હાલના સપ્લાય વોલ્યુમમાં ઘટાડો નહીં કરવા જણાવ્યુ હતુ.

તાજેતરમાં જ સરકારે, ક્રૂડ ઓઇલના વધતા ભાવને કારણે ઓપેક પ્લસ દેશો પાસેથી ક્રૂડ ઓઇલનુ ઉત્પાદન વધારવાની માંગ કરી હતી. જેને સ્વીકારવાનો તેઓએ ઇનકાર કરી દીધો હતો. પરંતુ વર્તમાન પુરવઠો સામાન્ય રાખીને, ભારત ચોક્કસપણે રાહત અનુભવે છે.

નોંધનીય છે કે, ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આયાત કરતો દેશ છે. સાઉદી અરામકોએ માર્ચમાં કેટલાક એશિયન ખરીદદારો માટે, પુરવઠામાં ઘટાડો કર્યો ન હતો, પરંતુ ફેબ્રુઆરીમાં એક ક્વાર્ટરમાં વોલ્યુમમાં ઘટાડો કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / કુસુમ / માધવી 


 
Top