भारत

Blog single photo

પીએમ મોદીએ પશ્ચિમ બંગાળની મુલાકાત રદ કરી, શુક્રવારે કોરોના પર ઉચ્ચ સ્તરીય બેઠક કરશે

22/04/2021

નવી દિલ્હી, 22 એપ્રિલ ( હિ.સ.) વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે, પશ્ચિમ બંગાળમાં ચૂંટણી સભાઓને સંબોધન નહીં કરે. તેઓ દેશની વર્તમાન કોવીડ-19 પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે, ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે.

ગુરુવારે વડા પ્રધાન મોદીએ ખુદ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી, " તેઓ હાલના કોવિડ -19 ની સ્થિતિની સમીક્ષા કરવા માટે, આવતીકાલે એક ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે. આ કારણે તે શુક્રવારે પશ્ચિમ બંગાળ જશે નહીં."

મોદીએ ટ્વીટ કરીને કહ્યુ કે, "આવતીકાલે કોવિડ -19 ની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવા માટે, એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરવામાં આવશે. તેના કારણે, હું પશ્ચિમ બંગાળ જઈશ નહિં."

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ / માધવી 


 
Top