भारत

Blog single photo

આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘુસણખોરી કરતા વ્યક્તિ ને, ભારતીય સૈનિકો એ ઠાર કર્યો

06/05/2021

જમ્મુ / નવી દિલ્હી, 06 મે (હિ.સ.) આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાનથી ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવતા, ભારતના જાગૃત સૈનિકોએ ફરી એક વાર ઘુસણખોર ને ઠાર કરી દીધો છે. સામ્બા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર બુધવારે મોડી રાત્રે લગભગ 2.35 વાગ્યે બીએસએફ જવાનોએ ભારતીય સીમામાં પ્રવેશવાનો પ્રયાસ કરતા એક ઘુસણખોરને માર્યો હતો. મળતી માહિતી મુજબ, પાકિસ્તાની ઘુસણખોરની લાશ હજુ પણ સરહદ નજીક પડેલી છે.

મળતી માહિતી મુજબ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક બુધવારે મોડી રાત્રે બીએસએફના જવાનો દ્વારા કેટલીક શંકાસ્પદ ગતિવિધિની નજર પડી હતી. બીએસએફના જવાનોએ ચેતવણી આપી પણ તેની ગતિવિધિ અટકી નહીં અને આ દરમિયાન એક ઘુસણખોર ભારતીય સરહદ નજીક પહોંચ્યો. ઘુસણખોરે પાકિસ્તાની સીમા પાર કરીને ભારતીય સીમામાં પ્રવેશવાનો પ્રયાસ કરતાં જ, બીએસએફના જવાનોએ તેને ત્યાં જ ઠાર કરી દીધો હતો.

બીએસએફના સત્તાવાર સૂત્રો કહે છે કે, ઘુસણખોરની લાશ હજી પણ સરહદ પાર સ્પષ્ટ દેખાઈ રહી છે. હજી સુધી તેને લેવા કોઈ આવ્યુ નથી.

હિન્દુસ્થાન સમાચાર / બલવાન / પ્રભાત ઓઝા / હિતેશ 


 
Top