भारत

Blog single photo

દેશના ત્રણ નામાંકિત ડોકટરો એ કહ્યુ, કોરોના ના હાલના સાંપ્રત સમય માટે ધ્યાન રાખવા જેવુ શું તે જાણો...

24/04/2021

નવી દિલ્હી, 24 એપ્રિલ ( હિ.સ.) દેશના ત્રણ નામાંકિત ડોકટરો, એઈમ્સના ડાયરેક્ટર ડો.ગુલેરિયા, મેદાંતાના ડો.નરેશ ત્રેહન અને બેંગ્લોર નારાયણ ઇન્સ્ટિટ્યૂટના ડો.દેવી શેટ્ટી, એક સાથે દૂરદર્શનના પડદા પર આવ્યા હતા.

જોકે આ કોઈ બકબક ચેનલ નથી, પરંતુ  ડીડી ન્યૂઝ નુ એ પ્લેટફોર્મ હતુ, તેથી તે જ સમય ત્રણેય સાથે હતા, અને તેમની વચ્ચે કોઈ એડિટર કે એન્કર નહોતા !

દૂરદર્શન જ ફક્ત આ પ્રયોગ કરી શકે છે, તેથી કોવિડ વિશે અડધા કલાકની આબેહૂબ માહિતી બહાર આવી,
દૂરદર્શન અને નવી વ્યાપારી ન્યૂઝ ચેનલો વચ્ચે આ જ ફરક છે! આ મામલો ફરી એકવાર સ્પષ્ટ થયો!

કોરોનાની બીજી તરંગ 2 - 3 વોરીએંટ  લાવ્યો છે. આપણી મૂર્ખતાથી આ રોગ ઝડપથી ફેલાઈ રહયો છે. ગભરાયેલી જનતા હોસ્પિટલો તરફ દોડી રહી છે. ઘરોમાં ઓક્સિજન, દવાઓ અને ઇન્જેક્શન એકત્રિત કરવામાં આવી રહ્યા છે. પરિણામ એ છે કે, હોસ્પિટલના પલંગ એવા દર્દીઓથી ભરેલા છે, જેમને ઘરે સારવારની જરૂર હોય છે. કોઈને કેટલુ પણ  સમજાવો  તે માનતો નથી. કોઈ પણ જરૂરિયાત વિના ઉપાય અને ઓક્સિજન લેવાનો આગ્રહ છે. આ ટોળાએ આખુ દૃશ્ય બદલી નાખ્યું છે. ઠેર ઠેર ભય ફેલાયો છે.

ઘણી બાબતો સ્પષ્ટ થઈ ગઈ છે. ત્રણેય નિષ્ણાતોએ વિચાર્યું કે, માત્ર 10 થી 15% લોકોને ઓક્સિજનની જરૂર છે. બાકીની સારવાર ઘરે જ કરી શકાય છે. સમસ્યા એ છે કે, કાળા બજારીયાઓ એ બજારમાંથી દવા ગાયબ કરી દીધી છે ,અને તે મોટા પાયે બ્લેકમાં વેચી  રહ્યા છે. આવા મોતના સોદાગરો ને પકડવાની અને સડક પર લાવવાની જરૂર છે. તેમના મકાનો પણ કબજે કરવા જોઈએ, જેથી તેમના પરિવારના લોકો પણ જાણે કે, લોકોના જીવન સાથે રમત કરવામાં કોણ સહભાગી છે. તેના પતિની બ્લેકની કમાણીને પર મોજ મસ્તી  કરવામાં તેઓ ઓછા દોશી નથી.  આ જલ્લાદ લોકો છે, જેઓ મૃતદેહોને કચરાપેટી માં નાખીને  તેને કચરાની દુકાન પર વેચે છે. રાષ્ટ્રીય આપદા સમય  દરમિયાન, આવા માણસોને સખત પાઠ શીખવવા એ મહત્વપૂર્ણ છે.

તમારી જાતને તેમજ અન્યને પ્રોત્સાહિત કરો. શું તમે જાણો છો કે, દરરોજ એક લાખથી વધુ દર્દીઓ સ્વસ્થ થઈ પાછા ફરી રહ્યા છે? શું તમે જાણો છો કે, રસી અપાયેલી અને ડબલ રસી અપાવનાર 13 કરોડ લોકોમાંથી માત્ર 7000 લોકોને કોરોના થયો  છે? શું તમે જાણો છો કે, આપણી દેશી  રસી કોવેસ્કીન કોરોનાના ડબલ અને ત્રિવિધ વોરીયંટ પર પણ અસરકારક છે? જો તમને ખબર નથી, તો પછી જાણો. તેનો અર્થ એ કે, રસીકરણ કરો, નિશ્ચિત રહો. રસીકરણ પછી પણ કોરોના થનારા લોકોની સંખ્યા ખૂબ ઓછી છે. તમારા વૈજ્ઞાનિકો પર વિશ્વાસ કરો, બિનજરૂરી કોલાહલ ન કરો. ગભરાવા કરતાં સાવધ રહેવાની વધુ જરૂર છે. તમને યાદ છે ને કે, નજર હટી તો દુર્ઘટના ઘટી ?

જો તમે ખાનગી સમાચાર ચેનલો જોવાનુ ટાળશો, તો સારું છે. સરકાર અને હોસ્પિટલો દ્વારા કરી શકાય તેવી મહત્તમ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આખો દિવસ કામ પણ ચાલે છે. ગયા વર્ષ કરતા વધુ સંસાધનો એકત્રિત કરવામાં આવી રહ્યા છે. બાજી તો  જીતવી છે. ચોક્કસ આપણે જીતી જઈશું. હાલ  માટે, જરૂરિયાત મુજબ બહાર આવો. જુઓ, આપણ ને જીવવાનો અધિકાર છે. જો એક પણ ઘર ઉજડી ગયુ તો મોટું નુકશાન થાય છે. છેલ્લે જીવન નો સતત પ્રવાહ જાગૃત કરીને હૃદયને મજબૂત કરો. છેવટે, તે સતત આપણી રાહમાં છે. આ વસુધા ફક્ત આપણા માટે છે.

ખાનગી ન્યુઝ ચેનલો ભયનુ વાતાવરણ ઉભી કરી રહી છે, તેથી તેમને જોવાનુ ટાળો-
 >ગભરાશો નહિ.
>ડરશો નહીં અને ડરાવશો નહીં.
>દિવસમાં ઘણી વખત વરાળ લો.
>નાકમાંથી વરાળ લો અને તેને મોંમાંથી છોડો,
>તેને મોં દ્વારા લો અને તમારા નાક દ્વારા છોડો.
>દૂધમાં થોડી હળદર નાખી  પીવો.
> હંમેશા ખુશ રહેવાની પ્રેક્ટિસ કરો.
આટલું કરશો તો તમને કોઈ હરાવી નહિ શકે.

હિન્દુસ્થાન સમાચાર


 
Top