खेल

Blog single photo

આઈએસએસએફ વર્લ્ડ કપ: 10 મીટર એર રાઇફલ મિશ્ર ટીમ ઇવેન્ટમાં ભારત ને ગોલ્ડ મેડલ

22/03/2021

નવી દિલ્હી, 22 માર્ચ (હિ.સ.)  ડો. કરણી સિંહ શૂટિંગ રેન્જમાં ચાલી રહેલી આંતરરાષ્ટ્રીય શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન (આઈએસએસએફ) વર્લ્ડ કપની, 10 મી એર રાઇફલ મિશ્ર ટીમ ઇવેન્ટમાં, ભારતે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય શૂટર દિવ્યાંશુ  પંવર અને ઈલાવેનિલ વાલારીવનની જોડીએ, ફાઇનલમાં હંગેરીના ડેનસ ઇસ્ટર અને ઇસ્તવાન પેની ને 16-10 થી હરાવ્યા હતા. 

 યજમાન ભારત, 09 મેડલ સાથે ચાર્ટમાં ટોચ પર છે. આ 09 ચંદ્રકોમાં ત્રણ ગોલ્ડ, ત્રણ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ શામેલ છે. તે જ સમયે, અમેરિકા ત્રણ ગોલ્ડ અને બે સિલ્વર મેડલ સાથે બીજા નંબરે છે. રવિવારે ભારતે, જે બે ગોલ્ડ જીત્યા હતા, તે પુરુષો અને મહિલાઓની 10-મીટર એર પિસ્તોલ ટીમ ઇવેન્ટ્સમાં આવ્યા હતા. મનુ ભાકર, યશસ્વિની દેસવાલ અને શ્રી નિવેથા ની ત્રિપુટીએ ફાઇનલમાં પોલેન્ડને 16-8 ના અંતરે હરાવ્યુ હતુ. 

 ભારતનો તે દિવસનો બીજો ગોલ્ડ મેડલ ત્યારે આવ્યો, જ્યારે પુરૂષોની 10 મી એર પિસ્તોલની ફાઇનલમાં, સૌરભ ચૌધરી, અભિષેક વર્મા અને શહઝર રિઝવીએ, વિયેતનામ ને 17–11 થી હાર આપી. 

 હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી 


 
Top