मनोरंजन

Blog single photo

સોનમ કપૂરની 'બ્લાઇન્ડ'નુ શૂટિંગ પૂર્ણ .......

13/02/2021

નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી (હિ.સ.) સોનમ કપૂર આજકાલ તેની આગામી ફિલ્મ 'બ્લાઇન્ડ' ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં સોનમ લીડ રોલમાં છે, અને તે આ ફિલ્મમાં એક અંધ છોકરીની ભૂમિકા નિભાવતી જોવા મળશે. કોરોના યુગ દરમિયાન સોનમ કપૂરે, ડિસેમ્બરના અંતમાં ગ્લાસગો (સ્કોટલેન્ડ) માં ફિલ્મનુ શૂટિંગ શરૂ કર્યુ હતુ, અને તેણે ફક્ત 39 દિવસમાં ફિલ્મનુ શૂટિંગ પૂર્ણ કર્યું હતુ. ફિલ્મ વિવેચક તરણ આદર્શે સોશિયલ મીડિયા પર આ અંગે ટ્વીટ કરી આ વાત જણાવી છે.

સોનમ કપૂરની આગામી ફિલ્મ બ્લાઇન્ડની વાર્તા, એક અંધ પોલીસ અધિકારી પર આધારિત છે. જે સિરિયલ કિલરની શોધમાં છે. ફિલ્મમાં સોનમ ઉપરાંત વિનય પાઠક, પૂરબ કોહલી અને લિલિત દુબે પણ મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળશે. આ ફિલ્મનુ દિગ્દર્શન શોમ મખીજા  કરશે, જ્યારે સુજોય ઘોષ, અવિશેક ઘોષ, મનીષા ડબુ, પિનકેશ નાહર અને સચિન નાહર સંયુક્ત રૂપે નિર્માણ કરશે. આ વર્ષે આ ફિલ્મ સિનેમા ઘરોમાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / સુરભી સિંહા / માધવી 


 
Top