मनोरंजन

Blog single photo

'બંટી ઓર બબલી 2' ની રિલીજ થવાની તારીખ, કોરોના વાયરસના વધતા જતા કેસોને કારણે, મુલતવી રાખવામાં આવી

25/03/2021

 નવી દિલ્હી, 25 માર્ચ ( હિ.સ.) દેશમાં કોરોના ચેપના કેસોમાં, જેમ જેમ વધારો થઈ રહ્યો છે, તેવી તેની ફરી એક વાર મનોરંજન ઉદ્યોગ પર તેની અસર દેખાવા લાગી છે. પુલકિત સમ્રાટ અને રાણા દગ્ગુબત્તીની એક હિન્દી વર્ઝન ફિલ્મની રિલીઝની તારીખો તાજેતરમાં મુલતવી રાખ્યા બાદ, સૈફ અલી ખાન, રાની મુખર્જી, સિધ્ધાંત ચતુર્વેદી અને શરવરી ની આગામી ફિલ્મ 'બંટી ઓર બબલી 2' ની રીલીઝ તારીખો પણ મુલતવી રાખવામાં આવી છે. આ ફિલ્મ આ વર્ષે ફિલ્મ 23 એપ્રિલે, થિયેટરોમાં રિલીઝ થવાની હતી. પરંતુ દેશમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં લેતા, નિર્માતા એ રિલીઝની તારીખ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. ફિલ્મ વિવેચક તરણ આદર્શે સોશ્યલ મીડિયા પર આ માહિતી ટ્વીટ દ્વારા આપી  છે.

ફિલ્મ 'બંટી ઓર બબલી 2' માં રાની મુખર્જી અને સૈફ અલી ખાન વરિષ્ઠ ઠગ તરીકે જોવા મળશે. આ ફિલ્મનુ દિગ્દર્શન વરુણ શર્મા દ્વારા કરવામાં આવ્યુ છે અને આનુ નિર્માણ આદિત્ય ચોપડા દ્વારા કરવામાં આવ્યુ છે. તે જ સમયે, ફિલ્મ 'ગલી બોય' માં પોતાના અભિનયથી દરેકના દિલ જીતનાર અભિનેતા સિધ્ધાંત ચતુર્વેદી, આ ફિલ્મમાં બંટીની ભૂમિકા નિભાવશે, જ્યારે આ ફિલ્મમાં શરવરી બબલીની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 2005 માં અભિષેક બચ્ચન અને રાની મુખર્જીની બંટી ઓર બબલીની સિક્વલ છે. 

આ ફિલ્મની પહેલી સિકવલમાં અભિષેક બચ્ચન, રાની મુખર્જીની સાથે જોવા મળ્યો હતો, જ્યારે સૈફ અલી ખાન તેની બીજી  સિક્વલમાં રાની મુખર્જી સાથે જોડી બનાવશે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન અને રાની મુખર્જીની જોડી 11 વર્ષ પછી જોવા મળશે. આ પહેલા આ બંને 'હમ તુમ', 'તા રા રમ પમ' અને 'છોટા પ્યાર છોટા મેજિક'માં સાથે જોવા મળ્યા  હતા. ફિલ્મ 'બંટી ઓર બબલી 2' આ માં મુખ્ય ભૂમિકા નિભાવી રહેલી શરવરી આ ફિલ્મથી, બોલિવૂડમાં એન્ટ્રી કરી રહી છે. આ સાથે જ દિગ્દર્શક તરીકે વરૂણ શર્માની પણ આ પહેલી ફિલ્મ છે. આ ફિલ્મ યશરાજ બેનર હેઠળ બનાવવામાં આવી રહી છે. 'બંટી ઓર બબલી 2' ફિલ્મનુ નિર્માણ, આદિત્ય ચોપડાએ કર્યું છે. હાલમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને કારણે ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી છે, અને આ ફિલ્મની નવી રિલીઝ ડેટની ઘોષણા હજુ સુધી કરવામાં આવી નથી.

હિન્દુસ્થાન સમાચાર / સુરભી સિંહા / માધવી 


 
Top