राज्य

Blog single photo

સુરતમાં કોરોનાના આંશિક ઘટાડા વચ્ચે બીઆરટીએસના 2 રૂટ શરૂ કરાયા

07/05/2021

સુરત, 7 મે ( હિ.સ.)  સમગ્ર રાજ્યમાં કોરોનાની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે.ત્યારે છેલ્લા થોડા દિવસોથી સુરત શહેર-જિલ્લામાં કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં આંશિક ઘટાડો જોવા મળી રહેતો છે.ખાસ કરીને શહેરમાં ઘટી રહેલા સંક્રમણને ધ્યાનમાં લઈને શહેર મનપાએ બીઆરટીએસ બસ સેવાના 2 રૂટ આજથી શરૂ કર્યા છે.જેમાં,સુરત શહેરના ઉધના દરવાજાથી સચીન સુધી અને ખરવરનગરથી ઓએનજીસી સુધીના બસ રૂટનો સમાવેશ થાય છે.આ બન્ને રૂટ મળીને કુલ 9 બીઆરટીએસ બસ હાલ દોડતી કરવામાં આવી છે. જોકે, કોરોનાની ગાઈડ લાઈન મુજબ આ બસમાં  50 ટકા મુસાફરો જ મુસાફરી કરવાની છૂટ આપવામાં આવી છે.તમામ મુસાફરોએ ફરજીયાત માસ્ક ધારણ કરીને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે.આ બનેં રૂટ શરૂ થવાથી ખાસ કરીને શ્રમિકોને રાહત થઇ છે. શહેરમાં કોરોનાના વધી રહેલા સંક્રમણના કારણે મનપા દ્વાર બીઆરટીએસ અને સીટી બસની સેવાઓ બંધ કરી દીધી હતી. જેના કારણે 600 જેટલી બસોના પૈડા થંભી ગયા છે.જોકે, સુરત શહેરની સીટી બસ શરૂ કરવા અંગે હજુ તંત્ર દ્વારા કરવામાં આવ્યો નથી.
હિંદુસ્થાન સમાચાર /  ભાવેશ ત્રિવેદી 










 
Top