विदेश

Blog single photo

કોરોના અસર- ન્યૂઝીલેન્ડ સરકારે ભારત તરફથી આવતા નાગરિકોને પરવાનગી નકારી ....

08/04/2021

નવી દિલ્હી, 8 એપ્રિલ ( હિ.સ.) ન્યુઝીલેન્ડ સરકારે, વધતા કોરોનાના  ફેલાવા ને કારણે, ભારત માંથી આવતા  નાગરિકોને મંજૂરી આપવાનો નકાર કર્યો છે. ન્યુઝીલેન્ડના વડા પ્રધાન જેસિંડા આર્ડેને, આ સંદર્ભમાં એક આદેશ જારી કર્યો છે.
 11 એપ્રિલથી 28 એપ્રિલની વચ્ચે, ભારતમાંથી કોઈને પણ ન્યુઝીલેન્ડમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જેમાં ન્યુઝીલેન્ડના નાગરિકો માટે પણ પ્રવેશ નકાર્યો છે.

 ભારતથી ન્યુઝીલેન્ડ ગયેલા 23 દર્દીઓ માંથી, 17 દર્દીઓ પોઝિટિવ મળી આવ્યા છે. આર્ડોને જણાવ્યુ હતુ કે, 'આ નિર્ણય કોરોનાની પૃષ્ઠભૂમિ સામે, વધતા જતા ભય ને જોતા, આ નિર્ણય લેવો પડ્યો છે.'

 હિન્દુસ્થાન સમાચાર / હર્ષા ગોએન્કર / માધવી 


 
Top