मनोरंजन

Blog single photo

સંજય દત્તને ફોટો શેર કરીને ડોકટરો પ્રત્યેનો આભાર વ્યક્ત કરતાં, કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો

24/03/2021

 નવી દિલ્હી, 24 માર્ચ ( હિ.સ.) આ દિવસોમાં કોરોના વાયરસ રોગચાળા સામે, કોરોના રસી ઝુંબેશ જોર શોર થી ચલાવવામાં આવી રહી છે. બોલિવૂડમાંથી ઘણી હસ્તીઓ પણ રસી લઈ ચૂકી છે. આ બધાની વચ્ચે ફિલ્મ અભિનેતા સંજય દત્તને પણ, કોવિડ -19 રસીનો પ્રથમ ડોઝ મળી ગયો છે. અભિનેતાએ ખુદ પોતાની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ તસવીરમાં સંજય દત્ત રસી લેતા નજરે આવે છે. આ તસવીર શેર કરવા ઉપરાંત, સંજય દત્તે તબીબો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા કેપ્શનમાં લખ્યુ છે, - 'મને આજે કોવિડ -19 રસીનો પ્રથમ ડોઝ એબીકેસી જમ્બો રસીકરણ કેન્દ્રમાં મળ્યો છે. હું આવા શ્રેષ્ઠ કામ કરવા બદલ  ડો. ધરે અને તેની આખી ટીમને અભિનંદન આપવા માંગુ છું. મને  તેમની મહેનત માટે મારા મનમાં, તેમના પ્રત્યે ખૂબ પ્રેમ અને આદર છે. જય હિન્દ. '

ઉલ્લેખનીય છે કે, સંજય દત્ત, હેમા માલિની, રાકેશ રોશન, કમલ હાસન, સતિષ શાહ વગેરે સ્ટાર્સે પણ, રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. આ સ્ટાર્સની કોવિશિલ્ડની પહેલી ડોઝ મેળવવાની તસવીરો, પણ બહાર આવી છે.


 હિન્દુસ્થાન સમાચાર / સુરભી / માધવી


 
Top