भारत

Blog single photo

ભારતીય રેલ્વેએ દેશભરમાં 3400 ટનથી વધુ ઓક્સિજન સપ્લાય કરીને, અસંખ્ય લોકોન જીવ બચાવ્યુ

08/05/2021

નવી દિલ્હી, 08 મે ( હિ.સ.) કોવિડ -19 ની બીજી લહેર વચ્ચે હોસ્પિટલોમાં તબીબી ઓક્સિજનની તંગીને પહોંચી વળવા, ભારતીય રેલ્વે મિશન મોડમાં રોકાયેલ છે. રેલવેએ તેની ' ઓક્સિજન એક્સપ્રેસ ' અભિયાન અંતર્ગત, ટ્રેનો દ્વારા દિલ્હી અને મહારાષ્ટ્ર સહિત સાત રાજ્યોમાં 3400 મેટ્રિક ટનથી વધુ પ્રવાહી તબીબી ઓક્સિજન (એલએમઓ) સપ્લાય કરીને, અસંખ્ય લોકોના જીવન બચાવ્યા છે. 

રેલવે મંત્રાલયે શનિવારે કહ્યુ હતુ કે, " રેલ્વે દેશના વિવિધ રાજ્યોમાં મેડિકલ ઓક્સિજન વહન કરીને રાહત આપવા માટે તેમની યાત્રા ચાલુ રાખી છે. અત્યાર સુધીમાં, ભારતીય રેલ્વે દેશભરના વિવિધ રાજ્યોમાં 220 થી વધુ ટેન્કરમાં લગભગ 3400 એમટી એલએમઓ વહન કર્યું છે. 54 ઓક્સિજન એક્સપ્રેસ, આજ સુધી તેની યાત્રા પૂર્ણ કરી છે. ભારતીય રેલ્વે ટૂંક સમયમાં શક્ય તેટલા એલએમઓ વિનંતી કરનારા રાજ્યો સુધી, પહોંચવાનો પ્રયાસ કરી રહ્યુ છે."

મંત્રાલયના તાજેતરના આંકડા મુજબ, અત્યાર સુધી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન દિલ્હીની સૌથી વધુ 1,427 મેટ્રિક ટન ઓક્સિજન પૂરા પાડવામાં આવી છે. આ પછી, 968 મેટ્રિક ટન ઉત્તરપ્રદેશને વિતરિત કરવામાં આવ્યુ છે. 355 ટન હરિયાણા માટે, 249 મેટ્રિક ટન મધ્ય પ્રદેશ, 230 મેટ્રિક ટન મહારાષ્ટ્ર માટે, 123 મેટ્રિક ટન તેલંગાણા માટે અને રાજસ્થાન ને 40 મેટ્રિક ટન પરું પાડવામાં આવ્યુ છે. 

રેલવે મંત્રાલયે જણાવ્યુ છે કે, " મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને દિલ્હી માટે ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો  26 ટેન્કરમાં  417 મેટ્રિક ટન મેડિકલ ઓક્સિજન લઇ જઇ રહી છે. " રેલવે મંત્રાલયે કહ્યુ કે, " મોડી રાત્રે કેટલાક વધુ ઓક્સિજન એક્સપ્રેસ તેમના સંબંધિત સ્થળો તરફ પ્રયાણ કરી શકે છે."

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ / માધવી 


 
Top