भारत

Blog single photo

કાશ્મીર માં આતંકવાદીઓ ની નાબુદી માટેની ઝુંબેશ ચાલુ રહેશે : ડી.જી.પી. દિલબાગ સિંહ

25/04/2021

જમ્મુ/ નવી દિલ્હી, 25 એપ્રિલ ( હિ.સ.) કાશ્મીરમાં આતંકવાદીઓ ની નાબૂદી માટેની ઝુંબેશ ચાલુ રહેશે, તેની સાથે યુવા પેઢીને  નશાની લતમાં ધકેલનારાઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે રવિવારે આ વાત કહી હતી. તેમણે કાશ્મીરમાં સક્રિય આતંકવાદીઓ ની નાબૂદી માટેના અભિયાનને ચાલુ રાખવા અને યુવા પેઢીને  નશો કરવાની લત માં ધકેલવા માટે જવાબદાર લોકો સામે, કડક કાર્યવાહી કરવાના  પણ નિર્દેશ આપ્યો છે. 

 પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંહે,  કોરોના ચેપના વધતા જતા કેસોને લીધે, ગયા વર્ષે સંસર્ગનિષેધ કેન્દ્રો માટે ભેગી કરવામાં આવેલી તમામ સુવિધાઓ,  પુન: સ્થાપિત કરવા પોલીસ અધિકારીઓને નિર્દેશ આપ્યો છે. તેમણે કહ્યુ કે, " દરેક એકમે તેની માનવશક્તિ અનુસાર, સંસર્ગનિષેધ કેન્દ્રો ગોઠવવા જોઈએ, અને સૂચિત કોવિડ -19 માર્ગદર્શિકાનુ પાલન સુનિશ્ચિત કરવુ જોઈએ." 

પોલીસ મહાનિર્દેશકે, પોલીસ હેડક્વાર્ટરમાં સુરક્ષા નિર્દેશો, 'દરબાર મૂવ'  માટેની તૈયારીઓ અને કોરોના ચેપ સંબંધિત મુદ્દાઓની તપાસણી કરતા આ સૂચનાઓ આપી હતી. પોલીસ મહાનિર્દેશકએ જણાવ્યુ હતુ કે, " કોરોના ચેપથી બચવા માટે, શિસ્ત ખૂબ જ મહત્વપૂર્ણ છે. વર્તમાન કટોકટીમાં, પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓએ માત્ર પોતાને આ રોગચાળાથી બચાવવા જ નહીં, પણ પોતાના સંસાધનોથી તેની સાથે સંઘર્ષ કરતા સામાન્ય લોકોને મદદ પણ કરવાની છે.' 

હિન્દુસ્થાન સમાચાર / બલવાન / હિતેશ


 
Top