मनोरंजन

Blog single photo

અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મીની, ફિલ્મ 'ચહેરે' સસ્પેન્સ ભરેલ ટ્રેલર....

18/03/2021

નવી દિલ્હી, 18 માર્ચ ( હિ.સ.)  ગુરુવારે અમિતાભ બચ્ચન અને ઈમરાન હાશ્મીની  બહુ રાહ જોવાઈ રહેલ એવી  ફિલ્મ 'ચહેરે 'નુ ટ્રેલર રિલીઝ થયુ છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મી ઉપરાંત અભિનેત્રી ક્રિસ્ટલ ડિસુઝા, અનુ કપૂર, રિયા ચક્રવર્તી, રઘુવીર યાદવ અને સિધ્ધાંત કપૂર પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનુ ટ્રેલર, રહસ્યો થી ભરેલુ છે. ફિલ્મના ટ્રેલરને, ફિલ્મના નિર્માતા આનંદ પંડિતે ટ્વિટર પર શેર કર્યું છે.
 
આશરે 2 મિનિટ, 20 સેકન્ડનુ આ ટ્રેલર બરફથી ઢંકાયેલ પર્વત ઉપર, એક પુર ઝડપે દોડતી ગાડી થી શરૂ થાય છે, અને પૃષ્ઠભૂમિમાં અમિતાભ બચ્ચનના અવાજમાં, એક સંવાદ સાંભળી શકાય છે. જેમાં અમિતાભ કહે છે- ' જો તમારામાંથી કોઈએ અપરાધ અથવા કોઈ ગુનો કર્યો છે, તો પછી તમે ખૂબ જ સાવચેતી પૂર્વક અહીંથી પસાર થજો, કારણ કે, આ રમત તમારી સાથે પણ રમાઈ  શકે છે.'

આ પછી, ટ્રેલરમાં બરફીલા પહાડ વચ્ચે, એક ઘરની ઝલક બતાવવામાં આવી છે, જેમાં ન્યાયની દેવીની પ્રતિમા, લટકાવેલા ફાંસી નો ફંદો, નિર્ણય આપતા ન્યાયાધીશ, જેવા ઘણા દ્રશ્યો બતાવાય છે, જે વાર્તા ને ઘણી સસ્પેન્સ બનાવે છે. ફિલ્મના ટ્રેલરમાં અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મી ઉપરાંત, ટ્રેલરના અંતમાં ક્રિસ્ટલ ડિસુઝા, અનુ કપૂર, સિધ્ધાંત કપૂર અને રિયા ચક્રવર્તી ને પણ જોઇ શકાય છે. 

નોંધપાત્ર વાત એ છે કે, ફિલ્મના નિર્માતાએ રિયા ચક્રવર્તીને ફિલ્મના પોસ્ટરોથી દૂર રાખી હતી. ત્યારબાદ આ ફિલ્મમાં રિયા ચક્રવર્તીની હાજરી અંગે પણ અનેક અટકળો થઈ રહી હતી. પરંતુ હવે ટ્રેલરમાં રિયા ચક્રવર્તીની એક ઝલક જોવા મળ્યા પછી, તે હોવી જોઈએ, એવી  અટકળો લગાવાઈ રહી છે કે, રિયા ચક્રવર્તી આ ફિલ્મનો એક ભાગ છે.

ફિલ્મ 'ચહેરે ' એક રહસ્યમય-રોમાંચક ફિલ્મ છે. આ ફિલ્મ આનંદ પંડિત મોશન પિક્ચર્સ અને સરસ્વતી એન્ટરટેઈનમેન્ટ પ્રા.લિ. દ્વારા, નિર્માણ કરવામાં આવી છે, અને રુમિ જાફ્રી એ  દિગ્દર્શિત કરી છે. આ ફિલ્મ 9 એપ્રિલ 2021 ના ​​રોજ સિનેમા ઘરમાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / સુરભી સિંહા  / માધવી 


 
Top