आर्थिक

Blog single photo

સોના-ચાંદી માં ફરી આવી તેજી .....

24/03/2021

નવી દિલ્હી, 24  માર્ચ ( હિ.સ.)  ફરી એકવાર કોમોડિટી એક્સચેંજ 2 દિવસના ઘટાડા પછી, એમસીએક્સમાં સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. આજે એમસીએક્સ પર એપ્રિલનો વાયદો 0.4 ટકા વધીને રૂ 44,835 પર પ્રતિ 10 ગ્રામ રહ્યો છે. જ્યારે ચાંદી 0.34 ટકા વધીને 65,190 રૂપિયા પ્રતિ કિલોના ભાવે પહોંચી ગઈ છે.   

સરાફા માર્કેટના નિષ્ણાંતોના મતે, આંતરરાષ્ટ્રીય બજારમાં તેજીને પગલે સોનાના ભાવમાં વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આજે હાજર સોનાના  ભાવ 0.3 ટકા વધીને, 1731.75 ડોલર થયા છે. નિષ્ણાતો કહે છે કે, યુ.એસ. માં બોન્ડ યીલ્ડમાં આવેલ ઘટાડાને કારણે, રોકાણકારો એ નીચા સ્તરે, સોના-ચાંદીની ખરીદીમાં વધારો કર્યો છે. આ જ કારણ છે કે, બંને ધાતુઓમાં ઝડપી વલણ જોવા મળી રહ્યુ છે.

નોંધનીય છે કે, ફ્યુચર્સ માર્કેટમાં સોનાના ભાવમાં, આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ 8 ટકાનો ઘટાડો થયો છે. 2021 ની શરૂઆતથી, કોમોડિટી એક્સચેંજ એમસીએક્સમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ દીઠ 5000 રૂપિયા જેટલો ઘટાડો થયો છે. તે જ સમયે, સોનામાં તેના તમામ સમયના ઉચ્ચતમ સ્તરથી 10 ગ્રામ દીઠ, લગભગ 11500 રૂપિયાનુ નુકસાન થયુ છે. ગયા વર્ષે ઓગસ્ટમાં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂ. 56200 સુધી  પહોંચ્યો હતો.

બજારના નિષ્ણાતો કહે છે કે, રોકાણકારોએ હમણાં સોનાની ખરીદી કરવામાં સાવધાની રાખવી જોઈએ. કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સતત વધઘટ થાય છે. જો કોરોના વાયરસનો ચેપ વધુ તીવ્ર બને છે, તો રોકાણકારો વધુને વધુ સોના અને ચાંદી જેવા સલામત રોકાણ માધ્યમ તરફ વલણ અપનાવશે. તેનાથી સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો થઈ શકે છે. બીજી તરફ, જો કોરોના ચેપ પર કાબૂ મેળવવામાં આવે છે અને યુએસ બોન્ડની ઉપજમાં વેગ આવે છે, તો સોનાના ભાવમાં પણ 10 ગ્રામ દીઠ બેથી ચાર હજાર રૂપિયા સુધીનો ઘટાડો આવી શકે છે. તેથી, નાના રોકાણકારો અને ટૂંકા ગાળાના રોકાણકારોએ હવે સોના-ચાંદીની ખરીદી ટાળવાનો પ્રયાસ કરવો જોઈએ.

હિન્દુસ્થાન સમાચાર / યોગિતા / માધવી 


 
Top