खेल

Blog single photo

ભારતીય સ્ટાર બેડમિંટન ખેલાડી, કિદામ્બી શ્રીકાંત, ઓર્લિયન્સ માસ્ટર્સ સુપર 1000 બેડમિંટન ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યા

26/03/2021

ઓર્લિયન્સ/ નવી દિલ્હી 26 માર્ચ ( હિ.સ.) ભારતીય સ્ટાર બેડમિંટન ખેલાડી, કિદામ્બી શ્રીકાંત ઓર્લિયન્સ માસ્ટર્સ સુપર 1000 બેડમિંટન ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયા છે. શ્રીકાંતે પુરૂષ સિંગલ્સના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં 46 મિનિટની મેચમાં, મલેશિયાના ચીએમ જૂન વેઈ ને 21-17, 22-20 થી હરાવીને અંતિમ આઠમાં પ્રવેશ મેળવ્યો હતો.  

શ્રીકાંત પહેલા સાયના નેહવાલ અને ઇરા શર્મા એ પણ, મહિલા સિંગલ્સ કેટેગરીની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવવા માટે, પોત-પોતાની મેચ જીતી લીધી હતી. સાયનાએ ગુરુવારે રાઉન્ડ 16 મેચમાં, ફ્રાન્સની મારિએ બાતોમેને 18-21, 21-15, 21-10 થી હરાવી હતી. 

અન્ય મહિલા સિંગલ્સની સ્પર્ધામાં, ઇરાએ બલ્ગેરિયાની મારિયા મિતસોવા ને 21-18, 21-13 થી હરાવી, ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો. દરમિયાન, મિક્સ ડબલ્સમાં ધ્રુવ કપિલા અને અશ્વિની પોનપ્પા અને મેન્સ ડબલ્સમાં કૃષ્ણા પ્રસાદ ગરાગા અને વિષ્ણુ વર્ધન ગૌડ પંજાલાએ, પણ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. 

 મિશ્ર ડબલ્સમાં કપિલા અને અશ્વિનીએ 32 મિનિટની મેચમાં, ઇંગ્લેન્ડની જોડી કાલુમ હેમિંગ અને વિક્ટોરિયા વિલિયમ્સને 21-12, 21-18 થી પરાજિત કરી હતી. મેન્સ ડબલ્સમાં ક્રિષ્ના અને પંજાલાએ, ડેનમાર્ક ની જોડી ક્રિસ્ટીયન હોલ્ડટ ક્રેમર અને માર્કક્સ રિદહિજ ને માત્ર, 28 મિનિટમાં 21-17, 21–13 થી હરાવી હતી. 

 હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / હિતેશ


 
Top