विदेश

Blog single photo

ઉત્તર કોરિયા દ્વારા અમેરિકા ને સાફ ધમકી

02/05/2021

સોલ / નવી દિલ્હી, 02 મે (હિ.સ.) અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે ચાલી રહેલ ઝગડા એ આજે ફરી એકવાર અવાજ ઉઠાવ્યો છે. યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડેનના નિવેદનના જવાબમાં ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી કવોન જોંગ એ, અમેરિકાને ભયંકર પરિણામો ભોગવવાની ધમકી આપી છે.

ઉત્તર કોરિયાએ રવિવારે કહ્યું કે, યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડેને પોતાના ભાષણમાં ઉત્તર કોરિયાને સુરક્ષા માટે ખતરો ગણાવીને તેમની પ્રતિકૂળ નીતિ જાળવી રાખી છે. આ તેમની મોટી ભૂલ છે, અમેરિકાને આના માટે ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે.

બાઈડેને ગયા અઠવાડિયે સંસદમાં કહ્યું હતું કે,  'ઉત્તર કોરિયા અને ઈરાનના પરમાણુ કાર્યક્રમો વિશ્વની સુરક્ષા અને યુનાઇટેડ સ્ટેટ્સ માટે ગંભીર ખતરો છે.' તે જ સમયે, બાઈડેને કહ્યું હતું કે,' યુનાઇટેડ સ્ટેટ્સ આ સાથીઓ સાથે આ સમસ્યાઓનો સામનો કરવા માટે આ મુત્સદ્દીગીરી અને કડક પગલાં લેશે.'

ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી કવોન જોંગ એ કહ્યું કે,' અડધી સદીથી પણ વધુ સમયથી યુનાઇટેડ સ્ટેટ્સ, ઉત્તર કોરિયાને પ્રતિકૂળ માની રહ્યું છે.'

તેમણે કહ્યું કે,' ઉત્તર કોરિયા પ્રત્યેની અમેરિકાની નીતિ હવે સ્પષ્ટ થઈ ગઈ છે, ત્યારબાદ અમે તે મુજબ કાર્યવાહી પણ કરીશું અને સમય સાથે અમેરિકાને ખબર પડી જશે કે તે ખૂબ ગંભીર પરિસ્થિતિમાં છે.'

ક્વોને કહ્યું નહીં કે, ઉત્તર કોરિયા શું કાર્યવાહી કરશે. જો કે, તેમના નિવેદનને ઉત્તર કોરિયા નીતિને આકાર આપતા બાઈડેન વહીવટ પર દબાણ લાવવાની વ્યૂહરચના તરીકે જોઇ શકાય છે.

હિન્દુસ્થાન સમાચાર / અજીત / ડો.હિતેશ 


 
Top