मनोरंजन

Blog single photo

ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપના ઘર સહિત, 22 સ્થળોએ આવકવેરાનો દરોડો

03/03/2021

મુંબઈ, નવી દિલ્હી, 03 માર્ચ ( હિ.સ.) આવકવેરા વિભાગની ટીમ દ્વારા બુધવારે, ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ, વિકાસ બહલ, ફિલ્મ અભિનેત્રી તાપસી પન્નુના ઘર અને ઓફિસ સહિત મુંબઇ અને પુણેના 22 સ્થળો પર દરોડા ચાલી રહ્યા છે. કરચોરી સંદર્ભે આવકવેરા વિભાગ આ કાર્યવાહી કરી રહ્યુ છે. આવકવેરા વિભાગે મીડિયાને આ કાર્યવાહી અંગેની અધિકૃત માહિતી હજી સુધી આપી નથી.
 
મળતી માહિતી મુજબ, આવકવેરા વિભાગની ટીમે બુધવાર સવારથી જ  અનુરાગ કશ્યપ, વિકાસ બહલ, તાપસી પન્નુ, મધુ મંટેના ના સ્થળો સહિત 22 જગ્યાએ દરોડા પાડ્યા છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે, ફેન્ટમ ફિલ્મ્સ સાથે સંકળાયેલા લોકોએ મોટા પાયે કરચોરી કરેલી છે. આ વાતને તપાસવા માટે, આવકવેરાની ટીમ ઘટના સ્થળે ડિજિટલ દસ્તાવેજો શોધી રહી છે. અનુરાગ કશ્યપ ગેંગ્સ ઓફ વાસીપુર, બ્લેક ફ્રાઇડે જેવી લોકપ્રિય ફિલ્મ્સ માટે જાણીતા છે. 

હિન્દુસ્થાન સમાચાર / રાજ બહાદુર / માધવી 


 
Top