राज्य

Blog single photo

સેવાના સુપર સ્પ્રેડર્સ

09/05/2021

-સિવિલ હોસ્પિટલના હેલ્થ કેર વર્કર્સ ખરા અર્થમાં બન્યા "સેવાના સુપર સ્પ્રેડર્સ” !!

અમદાવાદ , 9 મે ( હિ.સ ) છેલ્લા 13 મહિના એટલે કે 400 દિવસથી પણ વધુ સમયથી કોરોનાગ્રસ્તદર્દીઓની સેવા કરતા સરકારી હોસ્પિટલ્સના સિનિયર તબીબો થી લઇ રેસિડેન્ટ તબીબો, ઇન્ટર્ન તબીબો સહિતના 720 થી વધુ હેલ્થકેર વર્કર કોરોનાથી સંક્રમિત થયા છે. પ્રેરણાદાયક વાત એ છે કે, કોરોનાથી સંક્રમિત થયા બાદ સાજા થઇને આ સેવાવીરો એ ઘરે ગભરાઈને બેસવાના બદલે દર્દીઓની સેવા માટે પુન:ફરજ પર હાજર થઇને કર્તવ્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ના તબીબોએ કોરોના મહામારીમાં કર્તવ્યનિષ્ઠાનું દરેક તબક્કે ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં 19 મી માર્ચ 2021 ના રોજ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી હતી. સમગ્ર ભારતભરમાં સૌથી મોટી ગણી શકાય તેવી અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝિગ્નેટેડ 1200 બેડ હોસ્પિટલને કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવામાં 7 મી એપ્રિલે કાર્યરત કરાવવામાં આવી હતી.  

હિન્દુસ્થાન સમાચાર/ રેશ્મા નિનામા 


 
Top