खेल

Blog single photo

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ મંગળવારે સવારે કોવિડ -19 રસીનો પ્રથમ ડોઝ લીધો

02/03/2021

નવી દિલ્હી, 02 માર્ચ (હિ.સ.)     ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ મંગળવારે સવારે કોવિડ -19 રસીનો પ્રથમ ડોઝ લીધો. શાસ્ત્રીએ સોશિયલ મીડિયા પર પોતાની રસી લેતી એક તસવીર શેર કરીને આ માહિતી આપી હતી. શાસ્ત્રીને આ રસી અમદાવાદની એપોલો હોસ્પિટલમાં લગાવવામાં આવી છે. તેણે રસી લેતી વખત ની પોતાની તસવીર શેર કરી અને ડોક્ટરો અને વૈજ્ઞાનિકો નો આભાર પણ માન્યો.

58 વર્ષીય શાસ્ત્રી એ ટ્વિટ કર્યું, "કોવિડ -19 રસીનો પ્રથમ ડોઝ લીધો. રોગચાળા સામે ભારતને સશક્તિકરણ આપવા બદલ અદ્ભુત તબીબી વ્યાવસાયિકો અને વૈજ્ઞાનિકો નો આભાર. અમદાવાદ ના કાંતાબેન અને તેમની એપોલોની ટીમે ખૂબ પ્રભાવિત કર્યો, જે રીતે તેઓ કોવિડ -19 રસીકરણમાં વ્યાવસાયીકરણ દર્શાવી રહ્યા છે. ''

મહત્વનું છે કે, કોવિડ રસીકરણનો બીજો તબક્કો સોમવારથી દેશભરમાં શરૂ થયો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કોવિડ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. તેમના સિવાય બીજા ઘણા મંત્રીઓએ પણ ગઈકાલે કોવિડ -19 રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.

 ભારતીય ક્રિકેટ ટીમની વાત કરીએ તો, ભારતીય ટીમ હાલમાં ઇંગ્લેન્ડ સામેની ચાર મેચની ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ માટે અમદાવાદમાં છે. ભારતીય ટીમ શ્રેણીમાં 2-1થી આગળ છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચવા માટે ભારતીય ટીમને ચોથી મેચ માત્ર ડ્રો કરવાની જરૂર છે. ચોથી ટેસ્ટ 4 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.

 હિન્દુસ્થાન સમાચાર / સુનીલ /માધવી 


 
Top