आर्थिक

Blog single photo

પાંચ સત્ર બાદ આજે શેરબજાર માં સારા સમાચાર મળ્યા, મામુલી તેજી સાથે બંધ થયુ

23/02/2021

નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી (હિ.સ.)  ટ્રેડિંગ સપ્તાહના બીજા દિવસે શેર બજારમાંથી થોડા સારા સમાચાર આવ્યા. સ્થાનિક શેરબજાર, મંગળવારે સતત પાંચ સત્રમાં ઘટાડા બાદ લીલા નિશાન પર પર પાછા ફર્યા હતા. જો કે, આ તેજી ખૂબ નથી.

બીએસઈ સેન્સેક્સ 7 પોઇન્ટના નજીવા વધારા સાથે 49,751 ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટી 50 ઈન્ડેક્સ 32 અંકની વૃદ્ધિ સાથે 14,708 પર બંધ થયો. જો કે, સવારના કારોબાર દરમિયાન, સેસેન્ક્સ દિવસના ઉચ્ચતમ સ્તર 50,327.31 ની સપાટીએ પણ પહોંચ્યો હતો.

રોકાણકારોએ મેટલ અને રિયલ્ટી ક્ષેત્રે ભારે ખરીદી કરી હતી. જેને પગલે નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 3.89 % અને રિયલ્ટી ઈન્ડેક્સ 2.70 % વધીને બંધ થયા છે, જ્યારે બેન્કિંગ શેરોમાં વેચવાલી જોવા મળી છે. ઓએનજીસીના શેરમાં 5.64% ની મજબૂતી સાથે દિવસ બંધ રહ્યો.

વૈશ્વિક બજારની વાત કરીએ તો મંગળવારે પણ શ્રેણીબદ્ધ ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો હતો. જાપાનનો નીક્કેઈ ઇન્ડેક્સ 138 પોઇન્ટ વધીને 30,156 ની સપાટીએ બંધ રહ્યો છે. હોંગકોંગનો હેંગસેંગ 366 પોઇન્ટના સુધારા સાથે 30,686 અને ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડરિનરીઝ ઇન્ડેક્સ 49 પોઇન્ટ વધીને 7,110 પર બંધ રહ્યો છે. ચીનના શાંઘાઈ કમ્પોઝિટ અને કોરિયાના કોસ્પી ઇન્ડેક્સ ફ્લેટ બંધ થયા છે. અગાઉ યુરોપિયન બજારો સોમવારે સહેજ ઘટાડા સાથે બંધ થયા હતા, જ્યારે યુએસ નેસ્ડેક ઇન્ડેક્સ 2.46% ઘટીને 13,533 ની સપાટીએ બંધ રહ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / કુસુમ /હિતેશ 


 
Top