विदेश

Blog single photo

અમેરિકી રાષ્ટ્રપતિએ વૈશ્વિક જળવાયુ ની ચર્ચા માટે, પીએમ મોદી સહિત વિશ્વના 40 નેતાઓને આમંત્રીત કર્યા ...

27/03/2021

 વોશિંગ્ટન, નવી દિલ્હી, 27 માર્ચ ( હિ.સ.) અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનના પ્રશાસને, આવતા મહિને યોજાનારી  પ્રથમ વૈશ્વિક જળવાયુ  પરિષદ માટે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત 40 દેશોના નેતાઓને આમંત્રણ આપ્યુ છે. જો બાઈડેન એ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને પણ આ વર્ચ્યુઅલ લીડર્સ સમિટ માટે આમંત્રણ પણ આપ્યુ છે.

વહીવટી અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, ' આ સમારોહ દ્વારા અમેરિકા જીવાશ્મ ઇંધણથી, જળવાયુ ના પ્રદૂષણને ઘટાડવા, અને વૈશ્વિક સ્તરે ચાલી રહેલ પ્રયત્નોને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે, તેવી આશા છે.' તેમણે કહ્યુ કે, '22 અને 23 એપ્રિલના રોજ, યોજાનારા કાર્યક્રમ માટે, શુક્રવારે  વિશ્વના 40 નેતાઓને આમંત્રણ પત્રો મોકલવાનુ, કામ ચાલી રહ્યુ છે.'

ગ્લાસગોમાં આ નવેમ્બરમાં, સયુંકત રાષ્ટ જળવાયુ પરિવર્તન સંમેલન માં (કોપ 26)  માટે, એક સીમાચિહ્નરૂપ  સાબિત  થશે. આ સમિટ માટે જે 40 નેતાઓને આમંત્રિત કર્યા છે, તેમાં  ચિની પ્રમુખ શી જીનપીંગ, રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સ્કોટ મોરિસન નો સમાવેશ થાય છે. દક્ષિણ પૂર્વ એશિયાથી તેમણે, પીએમ મોદી, બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના અને ભૂટાનના વડા પ્રધાન લોટે તશેરીંગને આમંત્રણ આપ્યુ છે.


હિન્દુસ્થાન સમાચાર / અજિતકુમાર તિવારી / માધવી 




 


 
Top