मनोरंजन

Blog single photo

લાંબા સમયના અંતરાલ પછી, 2021 માં ઘણી હિન્દી ફિલ્મોની સિનેમા ઘરોમાં આગમનની તારીખ નક્કી ....

18/02/2021

નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી ( હિ.સ.) દેશમાં ફેલાયેલ કોરોના રોગચાળાને કારણે, વર્ષ 2020 માં ફિલ્મ ઉદ્યોગ જાણે થંભી ગયો હતો. જ્યારે ઘણી મોટી ફિલ્મોનુ શૂટિંગ પણ અધૂરું રહ્યુ હતુ. સાથે  ઘણી ફિલ્મોની પ્રદર્શનની તારીખ પણ આગળ વધારવામાં આવી હતી. આ બધાને કારણે, ફિલ્મ ઉદ્યોગને પણ કરોડોનુ નુકસાન વેઠવુ પડ્યુ. તે જ સમયે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક સારા સમાચાર સામે આવ્યા છે કે, આ વર્ષે યશરાજ બેનર હેઠળ બનાવવામાં આવનારી પાંચ સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મ્સની રિલીઝ તારીખોની પુષ્ટિ થઈ છે. જેને ફિલ્મ અભિનેત્રી માનુષી છિલ્લરે, પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર, યશ રાજ ફિલ્મ્સ દ્વારા રજૂ કરેલુ એક નિવેદન શેર કર્યું છે.

વર્ષ 2021 માં રિલીઝ થનારી આ ફિલ્મોની યાદીના નામ- 

સંદીપ અને પિંકી ફરાર
અર્જુન કપૂર અને પરિણીતી ચોપડા અભિનીત ફિલ્મ 'સંદીપ ઓર પિંકી ફરાર' 19 માર્ચે સિનેમાઘરોમાં આવશે. દિબાકર બેનર્જી દ્વારા આ ફિલ્મનુ નિર્માણ અને નિર્દેશન કરવામાં આવ્યુ છે.

બંટી અને બબલી- 2
બંટી અને બબલી -2, 23 એપ્રિલે રિલીઝ થશે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન, રાની મુખર્જી અને સિદ્ધંત ચતુર્વેદી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જ્યારે શરવરી આ ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કરશે. આ ફિલ્મનુ દિગ્દર્શન વરૂણ વી શર્માએ કર્યું છે. આ ફિલ્મનુ નિર્માણ આદિત્ય ચોપડાએ કર્યું છે.

શમશેરા :
રણબીર કપૂર, વાની કપૂર અને સંજય દત્તનો શમશેરા, 25 જૂને રિલીઝ થશે. 2018 માં રિલીઝ થયેલ સંજય દત્તની બાયોપિક સંજુ પછી, રણબીર આ ફિલ્મ સાથે મોટા પડદે પરત ફરશે. આ ફિલ્મનુ દિગ્દર્શન કરણ મલ્હોત્રાએ કર્યું છે. આ ફિલ્મનું નિર્માણ આદિત્ય ચોપડાએ કર્યું છે.

જયેશભાઇ જોરદાર :
 27 ઓગસ્ટે રણવીર સિંહની ફિલ્મ, જયેશભાઇ સિનેમાઘરોમાં  આવશે. દિવ્યાંગ ઠાકુર નિર્દેશિત આ ફિલ્મમાં રણવીરની સાથે, શાલિની પાંડે, બમન ઈરાની અને રત્ના પાઠક શાહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનુ નિર્માણ મનીષ શર્માએ કર્યું છે.

 પૃથ્વીરાજ :
આ વર્ષે 5 નવેમ્બરે અક્ષય કુમાર અને માનુષી છિલ્લરની ફિલ્મ પૃથ્વીરાજ રિલીઝ થશે. માનુષી છિલ્લર આ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી રહી છે. આ ફિલ્મમાં અક્ષય અને માનુષી ઉપરાંત, સંજય દત્ત અને સોનુ સૂદ પણ છે. ડો.ચંદ્રપ્રકાશ દ્વિવેદી દિગ્દર્શિત આ ફિલ્મ આદિત્ય ચોપડા દ્વારા બનાવવામાં આવી છે.

પુષ્ટિ થયેલ આ પાંચ મોટી ફિલ્મોની રીલિઝની તારીખોને લઈને, તેના ચાહકો પણ ભારે ઉત્સાહિત છે.

હિન્દુસ્થાન સમાચાર / સુરભી સિંહા / માધવી 


 
Top