राज्य

Blog single photo

સુરતના કોવિડ કમ્યુનિટી આઈસોલેશન સેન્ટરોની, રાજયસ્તરે આગવી ઓળખ બની ....

08/05/2021

- હાલ સુરતમાં ૩૦ થી વધુકોવિડ કમ્યુનિટી આઈસોલેશન સેન્ટરો કાર્યરત છે. 
- 1500 બેડ સાથે કાર્યરત સેન્ટરોમાં કોરોનાના પીક સમયે 950 થી વધુ બેડ ફુલ થઈ ગયા હતા. 
- જ્યારે હાલની પરિસ્થિતિમાં 549 ઓક્સિજન બેડ ખાલી છે. 

સુરત, અમદાવાદ,  08 મે (હિ.સ. )  કોરોના સંક્રમણને નાથવા માટે શહેરમાં કોવિડ કમ્યુનિટી આઈસોલેશન સેન્ટર મધ્યમ વર્ગીય પરિવાર માટે આશીર્વાદરૂપ બની રહ્યા છે. જ્યાં તેઓને કોરોનાને માત આપવા માટે જરૂરી તમામ પ્રકારની સારવાર તેમજ સાયકોલોજીકલ સારવાર પણ આપવામાં આવી છે. ત્યારે સુરતમાં મ્યુનિ. કોર્પોરેશન કોવિડ-૧૯ અંતર્ગત ૩૦ થી વધુ કોવિડ આઈસોલેશન સેન્ટર શરૂ કરાયેલ છે. જેમાંથી 20 થી વધુ ઓક્સિજન બેડની સુવિધાઓવાળા સેન્ટર છે.

ડેથ રેશિયો ઝીરો છે અને રિકવરી રેટ 100% છે. કારણ કે ક્રિટિકલ દર્દીઓને સમયસર સિવિલ, સ્મીમેર કે અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા. આ દરેક સેન્ટરો મળીને આશરે ૩૦૦૦ લોકો સારવાર લઈ ચુક્યા છે. હાલ આ દરેક આઈસોલેશન સેન્ટર મળીને, 1500 જેટલા બેડ માંથી 954 બેડ, તેમજ 549 ઓક્સિજન બેડ ખાલી છે. ઓક્સિજન બેડની જો વાત કરવામાં આવે તો, 47% ઓક્સિજન બેડ ઓક્યુપાઈડ છે, જ્યારે બાકીના અવેલેબલ છે.

ઓક્સિજનની અછતના સમયે મ્યુનિસિપલ કમિશનર દ્વારા, ઓક્સિજન ઓડિટ શરૂ કરાયુ હતુ. તેવી જ રીતે સીસીઆઈસીમાં પણ ડોક્ટરોને ત્રણ ટીમ હતી, જે ઓક્સિજન ક્યાંથી બચાવી શકાય એ અંગે કામકાજ કરી રહી હતી. ખાસ કરીને સુરતના દર્દીઓએ સારવાર મેળવી છે. તેમજ સૌરાષ્ટ્ર, નવસારી, તાપી રીજનના પણ ઘણા દર્દીઓને સારવાર મેળવી છે. સાથે જ યુપી, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાંથી કામ અર્થે આવેલા દર્દીઓને પણ સારવાર અપાય છે. 

હિન્દુસ્થાન સમાચાર / રેશ્મા નિનામા / માધવી 


 
Top