खेल

Blog single photo

અમારી ટીમનુ એકમાત્ર લક્ષ્ય આ વખતે આઈપીએલનુ ટાઇટલ જીતવાનુ છે : મોહમ્મદ કૈફ

04/04/2021

નવી દિલ્હી, 04 એપ્રિલ ( હિ.સ.) શનિવારે મુંબઈની ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયામાં ટીમ સાથેના પહેલા પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેનાર, દિલ્હી કેપિટલ્સના સહાયક કોચ મોહમ્મદ કૈફે કહ્યુ કે, ' તેમની ટીમનુ એકમાત્ર લક્ષ્ય આ વખતે આઈપીએલનુ ટાઇટલ જીતવાનુ છે.' 

તેમણે કહ્યુ, "અમે આ વર્ષે એક પગલુ આગળ વધવા માંગીએ છીએ અને તે દિલ્હી કેપિટલ્સ ટીમનુ લક્ષ્ય છે. અમારી પાસે સારા ખેલાડીઓ છે. અમે ગયા વર્ષે ટાઇટલની ખૂબ નજીક હતા. આ વખતે સિઝનમાં પ્લસ પોઇન્ટ એ છે કે, મોટાભાગના ખેલાડીઓ ઘણુ ક્રિકેટ રમી ચુક્યા છે અને તેથી તેઓ આઈપીએલમાં સારી લયમાં રહેશે."

કૈફે કહ્યુ કે,' દિલ્હી કેપીટલ્સ એ, શનિવારે તેમના પ્રેક્ટિસ સેશન દરમિયાન, દૂધિયા અજવાળામાં કેચ લેવા પર પ્રેક્ટિસ કરી હતી.' 

તેમણે કહ્યું, "ખેલાડીઓ છેલ્લા કેટલાક દિવસોથી, બેટિંગ અને બોલિંગની પ્રેક્ટિસ કરી રહ્યા છે. કોચિંગ ગ્રુપ તરીકે અમે ફિલ્ડિંગ કુશળતા પર ધ્યાન કેન્દ્રિત કરવાનુ નક્કી કર્યું. શનિવારના પ્રેક્ટિસ સેશનમાં, ખેલાડીઓએ લાઇટની નીચે થોડા કેચ પકડ્યા. આ એક શાનદાર સત્ર હતુ. મને ટીમમાં ઘણા યુવા અને અનુભવી ખેલાડીઓને મળવુ સારું લાગ્યુ. રવિચંદ્રન અશ્વિન અને અજિંક્ય રહાણે સાથે મારી સારી વાતચીત થઈ. " 

દિલ્હી કેપિટલ્સના હેડ કોચ રિકી પોન્ટિંગ ટૂંક સમયમાં તેની ક્વોરેન્ટાઇન અવધિ પૂર્ણ કર્યા પછી, ટીમ સાથે પ્રથમ પ્રશિક્ષણ સત્રમાં ભાગ લેશે. કૈફે કહ્યુ કે, 'તે અને મુખ્ય કોચ આગામી દિવસોમાં, ટીમના પ્રેક્ટિસ સેશન માટેની યોજના તૈયાર કરશે.' 

કૈફે કહ્યુ કે, "હું રિકીને મળવાની રાહ જોઈ રહ્યો છું. હું ફોન પર તેમની સાથે સંપર્કમાં છું. આગામી દિવસો માટે અમે પોન્ટિંગ સાથે તાલીમ યોજના તૈયાર કરીશું." દિલ્હી કેપિટલ્સ તેની પ્રથમ મેચ આઈપીએલ 2021 માં મુંબઇમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે રમશે.

 હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / હિતેશ


 
Top