मनोरंजन

Blog single photo

કાળા હરણ શિકાર કેસમાં રાહત બાદ, સલમાન ખાન ચાહકોનો આભાર માન્યો...

12/02/2021

નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી ( હિ.સ.)     બોલીવુડના ભાઈજાન એટલે કે સલમાન ખાનને, કાળા હરણના શિકાર કેસને લગતા હથિયાર લાઇસન્સ કેસમાં તાજેતરમાં મોટી રાહત મળી છે. રાજસ્થાનની જોધપુર ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટે સલમાન વિરુદ્ધ રાજ્ય સરકારની અરજી નામંજૂર કરી છે. જેમાં સલમાન ખાન પર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, સલમાન ખાને આર્મ્સ એક્ટ અંગે ખોટુ સોગંદનામુ રજૂ કર્યું છે. આ સાથે જ કોર્ટ તરફથી આ કેસમાં રાહત મળ્યા બાદ હવે, સલમાને સોશિયલ મીડિયા પર પોતાની એક તસવીર શેર કરીને ચાહકોનો આભાર માન્યો છે.  આ સાથે સલમાને કેપ્શનમાં લખ્યું - 'મારા બધા ચાહકોને તમારો પ્રેમ, ટેકો અને ચિંતા માટે આભાર. તમારી જાત અને પરિવારની સંભાળ રાખો. ભગવાન તમને પણ આશીર્વાદ આપે અને પ્રેમ કરે….'

સલમાનની આ પોસ્ટને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે, અને તેને ખૂબ જ પ્રેમ કરી રહ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે, કાળા હરણના શિકાર કેસથી સંબંધિત હથિયાર લાઇસન્સ કેસમાં રાહત મળ્યા બાદ, સલમાનની આ પહેલી પોસ્ટ છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો, સલમાન હજી ઘણી ફિલ્મોમાં દેખાશે, જેમાં તેની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ 'રાધે', 'અંતિમ : ધ ફાઈનલ ટ્રુથ,' ટાઇગર- 3, 'કભી ઈદ કભી દિવાળી' વગેરેનો સમાવેશ છે. 

હિન્દુસ્થાન સમાચાર / સુરભી સિંહા / માધવી 


 
Top