आर्थिक

Blog single photo

શેરબજાર માં સતત ઘટાડો

19/02/2021

નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી (હિ.સ.) ટ્રેડિંગ સપ્તાહના અંતિમ દિવસે શુક્રવારે શેરબજારમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 434.93 પોઇન્ટ ઘટીને 50889.76 ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 137 પોઇન્ટના ઘટાડા સાથે કારોબારને બંધ કરી 14,982 પર બંધ રહ્યો હતો. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં 1.75 ટકાનો અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં 1 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

શુક્રવારના ટ્રેડિંગ સેશન દરમિયાન 131 કંપનીઓના શેરોએ 52-અઠવાડિયાની ઉચ્ચતમ હાંસલ કરી છે. તેનાથી વિપરિત, ફક્ત 6 કંપનીઓના શેર તેમના 52-અઠવાડિયાના નીચા સ્તરે ગયા. નિફ્ટી 50 સૂચકાંકમાં 12 શેરો લીલા, જ્યારે 38 શેરો લાલ માર્ક સાથે કારોબાર સમાપ્ત થયા. સેન્સેક્સમાં 10 શેરો વધ્યા અને 20 શેરોમાં ઘટાડો થયો. બીએસઈ પર 1,769 શેરો નીચામાં બંધ થયા, 1,191 શેરો વધારા સાથે બંધ થયા.

હિન્દુસ્થાન સમાચાર / કુસુમ / હિતેશ 


 
Top