आर्थिक

Blog single photo

પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર, ક્રૂડ તેલના ભાવમાં વધારો

09/04/2021

નવી દિલ્હી, 09 એપ્રિલ (હિ.સ.) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધારાની વચ્ચે, સ્થાનિક બજારમાં તેલનો ભાવ સ્થિર રહ્યો. શુક્રવારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સતત 10 મા દિવસે, પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી. પાટનગર દિલ્હીમાં પેટ્રોલ 90.56 રૂપિયા અને ડીઝલ 80.87 રૂપિયા પ્રતિ લિટર પર રહ્યું છે. 

ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, મુંબઇ, કોલકાતા અને ચેન્નાઈના અન્ય મહાનગરોમાં પેટ્રોલના ભાવ અનુક્રમે રૂ. 96.98 રૂ. 90.77 અને 92.58 રૂપિયા પ્રતિ લીટર છે. તે જ સમયે, આ મહાનગરોમાં ડીઝલ પણ અનુક્રમે રૂ.  87.96 , 83.75 અને  85..88 લીટર દીઠ  છે. નોંધનીય છે કે, હાલમાં દરેક શહેરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત સર્વાધિક ઉંચાઈ પર છે. 

નોંધનીય છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઓપેક દેશોના ક્રૂડ તેલ ઉત્પાદક, ઉત્પાદનમાં વધારો કરવાના નિર્ણયથી ચાલે છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલ  0.14 ડોલર વધીને 63.34 ડોલર, પ્રતિ બેરલ અને ડબ્લ્યુટીઆઈ ક્રૂડ 0.20  ડોલર વધીને  59.80 ડોલર પ્રતિ બેરલ નજીક બંધ થયા છે. નોંધપાત્ર વાત એ છે કે, આ મહિને પેટ્રોલમાં લિટરદીઠ 61 પૈસા અને ડીઝલમાં 60 પૈસા પ્રતિ લીટર ઘટાડો કરવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર  / માધવી 


 
Top