भारत

Blog single photo

પ્રધાનમંત્રી મોદી એ દેશ માં, ઓક્સીજન સપ્લાય વધારવા માટે સમીક્ષા બેઠક કરી

02/05/2021

નવી દિલ્હી, 02 મે (હિ.સ.) વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દેશમાં ઓક્સિજન સપ્લાય વધારવા સમીક્ષા બેઠક યોજી હતી. આમાં નાઇટ્રોજન પ્લાન્ટ ને ઓક્સિજન પ્લાન્ટમાં રૂપાંતર કરવા અને ગેસિય ઓક્સિજનના ઉપયોગથી સંબંધિત વિષયો પરના વિચારો અને માહિતી શેર કરવામાં આવી હતી.

પ્રધાનમંત્રીએ તેમના મુખ્ય સચિવ, કેબિનેટ સચિવ, ગૃહ સચિવ, માર્ગ પરિવહન અને હાઇવે સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે આ સંદર્ભે વિચારણા કરી.

આ દરમિયાન જણાવવામાં આવ્યુ કે,' આવા 14 ઉદ્યોગોમાં નાઇટ્રોજન પ્લાન્ટને ઓક્સિજન પ્લાન્ટમાં ફેરવવાની કામગીરી ચાલી રહી છે. આ સિવાય અન્ય 37 ની પણ ઓળખ કરવામાં આવી છે. આ નાઇટ્રોજન પ્લાન્ટ્સને એવી રીતે બદલવામાં આવશે કે તેઓને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવશે અને જો આ શક્ય ન બને તો ઓક્સિજન ઉત્પન્ન કરીને હોસ્પિટલોમાં પહોંચાડવામાં આવશે.'

બીજી બાજુ, ગેસના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવતા ઓક્સિજનનો ઉપયોગ માટે પણ વિચારણા કરવામાં આવી હતી. માનક ગેસ ઓક્સિજન પ્રોડકશન પ્લાન્ટ નજીક, કોવિડ કેર સેન્ટરો બનાવવા માટે આવી વ્યૂહરચના બનાવવામાં આવી રહી છે. સંભવ છે કે આમાંથી 10,000 ઓક્સિજન બેડ ઉભા થઈ શકે છે. રાજ્ય સરકારોને પણ આ સંદર્ભમાં મદદ કરવામાં આવશે.

તેમજ વડા પ્રધાને પીએસએ પ્લાન્ટના નિર્માણની સમીક્ષા કરી હતી. તેમને કહેવામાં આવ્યુ હતુ કે,' આવા 1500 પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યા છે.'

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ / હિતેશ 


 
Top