विदेश

Blog single photo

માઇક્રોસોફ્ટ કંપની, 29 માર્ચથી કંપનીના રેડમંડ હેડક્વાર્ટર અને નજીકના કેમ્પસમાં વધુ કર્મચારીઓને કામ કરવાની મંજૂરી આપશે

23/03/2021

વોશિંગ્ટન/ નવી દિલ્હી, 23 માર્ચ (હિ.સ.) માઇક્રોસોફ્ટ કંપની, 29 માર્ચથી કંપનીના રેડમંડ હેડક્વાર્ટર અને નજીકના કેમ્પસમાં વધુ કર્મચારીઓને કામ કરવાની મંજૂરી આપશે. આ માહિતી સોમવારે કંપનીએ આપી હતી. 

કંપની વતી બ્લોગ માં જણાવાયુ  છે કે, આ કર્મચારીઓ રેડમંડ અને નજીકની ઓફિસમાં વિવિધ શિફ્ટમાં કામ કરી શકે છે.

ટ્વિટર અને સેલફોર્સ ડોટ કોમ સહિત અન્ય કંપનીઓએ, કોરોના રોગચાળાને કારણે લોકોને ઘરેથી કામ કરવાની છૂટ આપી હતી, અને હવે કંપનીઓએ એક હાઈબ્રીડ અથવા કાયમી દૂરસ્થ-કાર્યકારી મોડેલની પસંદગી કરવાનુ શરૂ કર્યું છે.

માઇક્રોસોફ્ટે એ જણાવ્યુ છે કે, તે પોતાના 160,000 કર્મચારીઓને દૂરસ્થ ( રીમોટ થી)  કામ કરવાની મંજૂરી આપશે. તે સાથે ઓફિસ શરુ થયા બાદ, વધુ છૂટ સાથે કામ કરવાની પણ મંજૂરી આપશે.

હિન્દુસ્થાન સમાચાર / સુપ્રભા સક્સેના / હિતેશ


 
Top