राज्य

Blog single photo

તાપી નદીમાંથી 'ગંદકી' દૂર કરવા, ઉકાઈ ડેમમાંથી પાણી છોડાયુ

08/05/2021

- સુરતનો કોઝવે ઓવરફ્લો થતા વાહન વ્યવહાર માટે બંધ કરાયો
-પીવાના પાણીમાં દુર્ગંધ આવતા, ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાયું

 સુરત, અમદાવાદ, 08 મે (હિ.સ.) સુરત શહેરમાં 10 દિવસથી મુગલીસરા, સોદાગરવાડ, શાહપોર, વેસુ, ડુમસ અને રાંદેર ઝોનના અડાજણ સહિતના વિસ્તારમાં પીવાના પાણીમાં દુર્ગંધ આવતા, મનપા કમિશનરે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવા રજૂઆત કરી હતી. જે સંદર્ભે ડેમમાંથી 24 કલાકમાં 17 હજાર ક્યુસેક પાણી, છોડવામાં આવ્યું હતુ. જેના પગલે સુરતનો રાંદેર અને કતારગામનો જોડતો કોઝવે, ઓવરફ્લો થઈ જતા બંધ કરવામાં આવ્યો છે. ઉકાઇ ડેમમાંથી કોઝવેમાં નવા પાણીની આવક થતાં પાણીનું શુદ્ધિકરણ પણ થયું હતુ.

વહીવટી તંત્રે 17 હજાર કરતા વધુ પાણી ઉકાઇ ડેમમાંથી છોડતા, કોઝવે પાણીથી છલકાઇ ગયો હતો. કોઝવે ઓવરફ્લો થતાંની સાથે જ તાત્કાલિક અસરથી કોઝવેને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો હતો. રાંદેરથી કતારગામના સિંગણપોર ચાર રસ્તા તરફ જવા માટે, હજારોની સંખ્યામાં વાહન વ્યવહાર આ કોઝવે મારફતે થતો હોય છે. એકાએક ઓવરફલો થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / રેશ્મા નિનામા / માધવી 


 
Top