खेल

Blog single photo

ગોલ્ફર ટાઇગર વુડ્સની કાર ક્રેશ; હોસ્પિટલમાં દાખલ

24/02/2021

નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી ( હિ.સ.)  પ્રખ્યાત ગોલ્ફર ટાઇગર વુડ્સની કાર,  લોસ એન્જલસમાં એક ભીષણ અકસ્માતનો ભોગ બની  હતી. સદનશીબે આ  અકસ્માતમાં ટાઇગર વુડ્સ બચી ગયા હતા, પરંતુ ફક્ત તેના પગમાં ઈજા થઈ હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, ટાઇગર વુડસ એકલા ડ્રાઇવિંગ કરી રહયા હતા. તેની કાર બ્લેકહોર્સ રોડ પર સ્લીપ થઇ જતા, આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં વાહનને નુકસાન થયુ હતુ. અકસ્માતનુ કારણ હજી સ્પષ્ટ થયુ નથી. 

હિન્દુસ્થાન સમાચાર / હર્ષા ગોએન્કર / માધવી 


 
Top