मनोरंजन

Blog single photo

કંગના રનૌત ને તેના જન્મદિવસ પહેલાં, મળી એક વિશેષ ભેટ, અભિનેત્રી એ ચોથી વાર રાષ્ટ્રીય એવોર્ડ જીત્યો ...

23/03/2021

નવી દિલ્હી, 23 માર્ચ ( હિ.સ.) ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત, આજે 34 વર્ષની થઈ. આ વિશેષ પ્રસંગે ચાહકો તેમને, જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. તે જ સમયે, જન્મદિવસના એક દિવસ પહેલા જ, કંગનાને એક ખાસ ભેટ પણ મળી છે. કંગનાના જન્મદિવસના એક દિવસ પહેલા, સોમવારે દિલ્હીમાં યોજાયેલા 67 માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં, કંગના ને, શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. કંગનાને 'મણિકર્ણિકા ધ ક્વીન ઓફ ઝાંસી' અને 'પંગા' એમ તેની બે ફિલ્મ માટે એવોર્ડ આપવામાં આવ્યો છે. રાષ્ટ્રીય એવોર્ડ મેળવ્યા બાદ, કંગનાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને ખુશી વ્યક્ત કરતા  ચાહકો અને ફિલ્મની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ વીડિયોમાં કંગના રનૌતે- પ્રસૂન જોશી, શંકર ઇસાન લોય સહિત તેની બંને ફિલ્મોની સ્ટાર-કાસ્ટ અને ક્રૂ મેમ્બરો નો આભાર માન્યો છે. આ સાથે અભિનેત્રી, રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર માટે જ્યુરીનો આભાર માનતી પણ જોવા મળે છે. નોંધનીય છે કે, આ પહેલા, કંગના ને વર્ષ 2008 માં ફિલ્મ 'ફેશન' માટે બેસ્ટ સ્પોર્ટિંગ એક્ટ્રેસનો, રાષ્ટ્રીય એવોર્ડ, વર્ષ 2014 માં ફિલ્મ 'ક્વીન' માટે બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ મળ્યો હતો.

67 માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં, વર્ષ 2019 માં પ્રદર્શિત થયેલી ફિલ્મોના આધારે, એવોર્ડની ઘોષણા કરવામાં આવી હતી. ખરેખર, આ એવોર્ડ, 3 મે 2020 ના રોજ જાહેર થવાના હતા, પરંતુ કોરોના રોગચાળાને કારણે મોકૂફ રાખવો પડ્યો હતો.


 હિન્દુસ્થાન સમાચાર / સુરભી / માધવી 


 
Top