आर्थिक

Blog single photo

પેટ્રોલ-ડીઝલ ના સ્થિર ભાવો જોતા, લોકો ને ભાવ ઘટાડા ની આશા

17/03/2021

નવી દિલ્હી, 17 માર્ચ (હિ.સ.). છેલ્લા 18 દિવસથી પેટ્રોલ અને ડીઝલની કિંમતો સ્થિર છે, જેને કારણે ઘણી રાહત ની લાગણી અનુભવાઈ રહી છે. જો કે આ સમયગાળા દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘણી વધઘટ જોવા મળી છે. બુધવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 91.17 રૂપિયા અને ડીઝલની કિંમત 81.47 રૂપિયા હતી.

નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે મંગળવારે સંસદમાં કહ્યું હતું કે, પેટ્રોલિયમ પેદાશો પરના ટેક્સ પર રાજ્યો અને કેન્દ્રએ પુનર્વિચાર કરવો જોઈએ, જેથી લોકોને મોંઘા પેટ્રોલ અને ડીઝલથી રાહત મળી શકે. આની સાથે લોકોને આશા છે કે ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં થોડો ઘટાડો કરવામાં આવશે.

ફેબ્રુઆરીની શરૂઆતમાં ક્રૂડ તેલના ભાવમાં બેરલ દીઠ 7 ડોલર નો વધારો થયો હતો, ત્યારબાદ તેલ કંપનીઓએ બળતણના ભાવમાં 14 વખત વધારો કર્યો હતો. ફેબ્રુઆરીમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 4.22 રૂપિયા અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 4.34 રૂપિયાનો વધારો કરાયો હતો.

નોંધનીય છે કે, આ વર્ષે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 26 વખત વધારો કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન પેટ્રોલના ભાવમાં 7.46 રૂપિયા અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 7.60 રૂપિયાનો વધારો થયો છે.

હિન્દુસ્થાન સમાચાર / કુસુમ /હિતેશ 


 
Top