आर्थिक

Blog single photo

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ગુગલની મહિલાઓને મોટી સોગાત

08/03/2021

નવી દિલ્હી, 08 માર્ચ (હિ.સ.)   આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ગૂગલે, મહિલા સશક્તિકરણ વિશે મોટી જાહેરાત કરી છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઇએ, મહિલાઓને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે 25 મિલિયન ડોલર (183 કરોડ રૂપિયા) ના અનુદાનની જાહેરાત કરી છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પિચાઈએ કહ્યુ કે, 'ગૂગલે 'વુમન વિલ' વેબ પ્લેટફોર્મ શરૂ કર્યું છે. આ પ્લેટફોર્મ ગ્રામીણ મહિલા ઉદ્યમીઓ, વ્યવસાયિક સદસ્યતા અને વિવિધ કાર્યોમાં મદદ માટે, સમુદાયને સહાય પ્રદાન કરશે. તેની વિશેષ સુવિધા એ છે કે, તે અંગ્રેજી અને હિન્દી બંને ભાષાઓમાં ઉપલબ્ધ છે.' પિચાઈએ વધુમાં કહ્યુ કે,' ભારતના ગામોની 10 લાખ મહિલાઓને, વ્યવસાયિક ટ્યુટોરિયલ્સ, સાધનો અને સદસ્યતા દ્વારા, ગૂગલ ઇન્ટરનેટ સાથી કાર્યક્રમ દ્વારા  મદદ કરવામાં આવશે.' પિચાઇએ 'ગૂગલ ફોર ઈન્ડિયા' વર્ચ્યુઅલ ઇવેન્ટ દરમિયાન જણાવ્યુ હતુ કે, "રોગચાળા દરમિયાન મહિલાઓ નોકરી ગુમાવે તેવી સંભાવના લગભગ બમણી થઈ ગઈ છે. લગભગ 20 મિલિયન છોકરીઓ, ફરીથી સ્કૂલમાં ન જવાની સંભાવના છે. અમને તેમની પાસે ભવિષ્ય બનાવવાની તક છે. તેથી અમે મહિલા સશક્તિકરણ પર ભાર મૂકવા માંગીએ છીએ. "

ગૂગલે ડિઝિટલ અને આર્થિક સાક્ષરતાવાળી એક લાખ મહિલા કૃષિ મજૂરને, ટેકો આપવા માટે નાસકોમ ફાઉન્ડેશનને પાંચ લાખ ડોલર (3.65 કરોડ રૂપિયા) ની ગ્રાન્ટની પણ જાહેરાત કરી છે. વર્ચુઅલ ઇવેન્ટમાં ગ્રામીણ ભારતમાં, મહિલાઓને સશક્તિકરણ આપવા માટે, ટાટા ટ્રસ્ટ્સ સાથે ગુગલના સંયુક્ત પ્રયત્નોને પૂર્ણ કરવા હાકલ કરવામાં આવી છે.'

તે જ સમયે, ટાટા ટ્રસ્ટના અધ્યક્ષ રતન ટાટાએ જણાવ્યુ હતુ કે, 'ગ્રામીણ મહિલાઓના હિત માટે આજની તકનીક અને કદાચ આવતીકાલની તકનીક ને આગળ લાવવી તે એક મહાન પગલુ છે. સમય જતાં, અમે ખાતરી કરીશુ કે, ઇન્ટરનેટનો સાચો અર્થ, બધા દ્વારા સમજી શકાય છે.'

હિન્દુસ્થાન સમાચાર / કુસુમ / માધવી 


 
Top