आर्थिक

Blog single photo

અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 12 પૈસા તૂટીને, 72.55 ની સપાટીએ બંધ રહ્યો

24/03/2021

નવી દિલ્હી, 24 માર્ચ ( હિ.સ.) અમેરિકી ડોલર સામે બુધવારે ભારતીય રૂપિયો 12 પૈસા તૂટીને, 72.55 ની સપાટીએ બંધ રહ્યો હતો. હકીકતમાં સ્થાનિક શેરબજારમાં મોટા પાયે વેચવાલી અને વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા વધારાની અસર, રૂપિયા પર જોવા મળી હતી. 

વિદેશી વિનિમય વેપારીઓના જણાવ્યા મુજબ, વિદેશી ભંડોળના ઉપાડની વચ્ચે વૈશ્વિક બજારમાં યુએસ ચલણના મજબુત થવાના કારણે, રૂપિયાની ધારણા ને પણ અસર થઈ છે. ઇન્ટરબેંક વિદેશી વિનિમય બજારમાં અમેરિકન ડોલર સામે રૂપિયો 72.51 ની સપાટીએ ખુલ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન, તે ડોલર દીઠ 72.51 થી 72.69 ની રેન્જમાં ગયો. અંતે, તે 12 પૈસા તૂટીને, 72.55 રૂપિયા પ્રતિ ડોલર પર બંધ થયો હતો.

ઉલ્લેખનીય છે કે, મંગળવારે રૂપિયો યુએસ ડોલર સામે 72.43 ની સપાટીએ બંધ રહ્યો હતો. ગ્લોબલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ (ક્રૂડ ઓઇલ) 3.08 ટકા વધીને, 62.48 ડોલર પ્રતિ બેરલ રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / હિતેશ


 
Top