विदेश

Blog single photo

પાકિસ્તાનમાં ટ્રાન્સજેન્ડર માટેનુ, પ્રથમ મદરેસા (શાળા) ખોલવામાં આવ્યુ

22/03/2021

ઇસ્લામાબાદ, નવી દિલ્હી, 22 માર્ચ (હિ.સ.) પાકિસ્તાનમાં ટ્રાન્સજેન્ડર માટેનું પ્રથમ મદરેસા (શાળા) ખોલવામાં આવ્યું છે. અહીં તેમની સાથે ભેદભાવ કરવામાં આવતો નથી. તેમને મસ્જિદોમાં નમાઝ પઢવાની પણ મંજૂરી છે.

પાકિસ્તાનમાં ટ્રાંસજેન્ડર માટે ખોલવામાં આવેલી એક મદરેસામાં રાની ખાન, વિદ્યાર્થીઓને કુરાનનું પાઠ ભણાવી રહી છે. આ પગાર સાથે, તેઓ તેમનું ગુજરાન ચલાવે છે.

રાની કહે છે કે,' સમાજમાં લોકો ટ્રાંસજેન્ડર સાથે ઘણીવાર ભેદભાવ સાથે વર્તે છે અને તેમને સ્વીકારતા નથી. તેમને તેમના ઘરમાંથી હાંકી કાઢવામાં આવે છે. આટલું કહેતાની સાથે રાણીની આંખો ભીની થઇ ગઈ હતી. તે કહે છે કે, જ્યારે તે 13 વર્ષની હતી ત્યારે તેને ઘરમાંથી બહાર કાઢી મુકી હતી. તેને ભીખ પણ માંગવી પડી છે.'

17 વર્ષની ઉંમરે, તે સમાન વિચારધારા ધરાવતા લોકોના જૂથમાં જોડાઈ હતી, જે ઘરો માં અને લગ્નમાં ગીતો ગાવા જતા હતા. ખાન તેના ઘરે કુરાન વાંચતી હતી અને મદરેસા ખોલતા પહેલા ધાર્મિક શાળાઓમાં પણ ગઈ હતી. તેમણે કહ્યું કે, સરકાર દ્વારા કોઈ મદદ આપવામાં આવી નથી પરંતુ કેટલાક અધિકારીઓએ વચન આપ્યું હતું કે, તે ત્યાંના વિદ્યાર્થીઓને નોકરી શોધવામાં મદદ કરશે. ખાન તેના વિદ્યાર્થીઓને ભરતકામ પણ શીખવે છે.

ઇસ્લામાબાદના ડેપ્યુટી કમિશનર હમઝા શફકતે કહ્યું કે,' આ મદરેસા, ટ્રાન્સજેન્ડર લોકોને મુખ્ય પ્રવાહમાં લાવવામાં મદદગાર સાબિત થશે. તેમણે આશા વ્યક્ત કરી કે જો અન્ય શહેરો પણ આ પહેલને અપનાવે તો મોટુ પરિવર્તન આવશે.'

નોંધનીય છે કે, 2018 માં ટ્રાન્સજેન્ડરને પાકિસ્તાનમાં ત્રીજા જાતિ તરીકે માન્યતા આપવામાં આવી હતી. તેમને મત આપવાનો અધિકાર, જેવા મૂળભૂત અધિકાર પણ આપવામાં આવ્યા હતા અને સત્તાવાર દસ્તાવેજોમાં તેમને ત્રીજી જાતિ પસંદ કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / સુપ્રભા સક્સેના / માધવી 


 
Top