राज्य

Blog single photo

અંબાજીમાં સપ્ત દિવસીય મહાયજ્ઞ ની શરૂઆત કરવામાં આવી, કોરોના પીડિત દર્દીઓ સાજા થાય તે માટે પ્રાર્થના

08/05/2021

અંબાજી,08 મે (હિ.સ.)     કોઈપણ મહામારીમાં દવા કામ નથી
કરતી ત્યારે દુઆ કામ લાગે છે. હાલમાં કોરોનાની વિશ્વ મહામારીમાં અનેક લોકો
હોસ્પિટલના બિછાણે છે. સેંકડો લોકો મોત ને ભેટ્યા છે,ત્યારે કોરોનાગ્રસ્ત લોકોને જ્યારે દવાઓ કામ નથી કરતી. ત્યારે દુઆ ઓ કામ કરે તે માટે યાત્રાધામ અંબાજીમાં
સપ્ત દિવસીય મહાયજ્ઞની શરૂઆત કરવામાં આવી છે. કોરોના મહામારીથી પીડાતા લોકો દર્શન
માટે અંબાજી નથી આવી શકતા કારણ કે મંદિર બંધ છે. પણ માઇભક્તો ને માતાજીના
આશીર્વાદ પહોંચે તેમજ મહામારીનો વિનાશ થાય તે માટે અંબાજી મંદિર યજ્ઞશાળામાં
અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને યાજ્ઞિક વિપ્ર મંડળ અંબાજી દ્વારા મંદિ ના પ્રાંગણ
માજ હોમહવનને મંત્રોચ્ચાર ની શરૂઆત કરી છે. સાત દિવસમાં અલગ અલગ પ્રકારે મારુતિ
યજ્ઞ
, મહા મૃત્યુંજય, મહારુદ્ર યજ્ઞ ,સત ચંડીયજ્ઞ શ્રી ગણેશ યાગ ,વિષ્ણુયાગ,શક્તિયાગ તેમજ સૂર્ય યાગ દ્વારા
કોરોના પીડિત દર્દીઓ સાજા થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. આ યજ્ઞો સતત
સાત દિવસ સુધી ચાલશે એટલુંજ નહિ જે લોકો કોરોના બીમારીના કારણે મોતને ભેટ્યા છે/તેવાઓ ની આત્મા ને શાંતિ મળે તે માટે પણ આહુતિ આપવામાં આવી હતી. 
માતાજી ના મંદિરના પ્રાંગણમાં બ્રાહ્મણો દ્વારા માળા ને
મંત્રોચ્ચાર
 કર્યા હતા આમ હવે કોરોના મહામારી માં
સરકારની દવાને બ્રાહ્નણો ની દુઆ કામ કરશે.

હિન્દુસ્થાન સમાચાર/ મહેન્દ્ર અગ્રવાલ  


 
Top