आर्थिक

Blog single photo

સ્ટોક એક્સચેંજની સલાહ - પ્રવાહી શેરથી સાવધાન.....

10/04/2021

નવી દિલ્હી, 10 એપ્રિલ ( હિ.સ.) બોમ્બે સ્ટોક એક્સચેંજ (બીએસઈ) અને નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઈ) એ એક પરિપત્ર બહાર પાડ્યો હતો. શેરબજારમાં 300 થી વધુ ઇલિક્વિડ શેરોના વેપાર થાય છે, ત્યારે  રોકાણકારોને સાવચેત રહેવાની સલાહ આપી હતી. 
 
 આપને જણાવી દઇએ કે, ઇલિક્વિડ શેર તે સ્ટોક્સ ને કહેવામાં આવે છે, જેમાં ખૂબ જ મર્યાદિત ટર્નઓવર હોય છે. મર્યાદિત ધંધાને કારણે, આ શેરનો સોદો કરવો પણ સરળ નથી. આવી સ્થિતિમાં, જ્યારે અચાનક જરૂર પડે ત્યારે, તેને વેચવાનુ ખૂબ મુશ્કેલ બની જાય છે. રોકાણકારો માટે આવા શેરમાં વેપાર કરવો, હંમેશા જોખમી હોય છે. કારણ કે, સમયસર ખરીદદારો શોધવાનુ તેમના માટે મુશ્કેલ હોય છે. 

બીએસઈ અને એનએસઇએ વેપારીઓ અને શેર બજારના સભ્યોને, લગભગ સરખા પરિપત્રો જારી કર્યા છે. જેમાં કહ્યું છે કે, 'જ્યારે પોતાના માટે અથવા તેમના ગ્રાહકો માટે આવા ઇક્વિડિક શેરમાં વેપાર કરવામાં આવે, ત્યારે વધુ સાવચેતી રાખવી જોઈએ. વળી, સોદાને અંતિમ સ્વરૂપ આપતા પહેલા, આ સોદાની ચોકસાઈ સાથે તપાસ થવી જ જોઇએ.'
 
બીએસઈએ તેના પરિપત્રમાં 299 ઇક્વિટી શેરની સૂચિ બહાર પાડી છે. તે જ સમયે, એનએસઈએ 13 ઇલિક્વિડ શેરોની સૂચિ જારી કરી છે, અને ગ્રાહકો અને તેના સભ્યોને સાવચેતી આપી છે. એનએસઈ દ્વારા જારી કરવામાં આવેલી યાદીમાં બીકેએમ ઇન્ડસ્ટ્રીઝ, બીએસઈએલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિયલ્ટી, ક્રિએટિવ આઇ, યુરોટેક્સ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એક્સપોર્ટ્સ, ગ્રાન્ડ ફાઉન્ડેરી, જીટીએન ટેક્સટાઇલ અને હોટલ રગ્બીનો સમાવેશ થાય છે. 

તેવી જ રીતે બીએસઈ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં, ગરવારે  મરીન ઇન્ડસ્ટ્રીઝ, મેફકોમ કેપિટલ માર્કેટ્સ, એકોમ લીઝિંગ અને ફાઇનાન્સ કંપની, મારૂતિ સિક્યુરિટી, બેંગ્લોર ફોર્ટ ફાર્મ્સ, ગુજરાત ઈન્વેસ્ટા, ગોલચા ગ્લોબલ ફાઇનાન્સ, વરટેક્સ સિક્યોરિટીઝ, મુનોથ ફાઇનાન્સિયલ સર્વિસીસ અને ઇન્ડો એશિયા ફાઈનાન્સ જેવી કંપનીઓના ઇક્વિટી શેરના નામો શામેલ છે. 

હિન્દુસ્થાન સમાચાર / યોગિતા / માધવી 


 
Top