राज्य

Blog single photo

9 IAS ઓફિસરોની બદલી-લાંબા સમય બાદ સરકારે બદલીઓ શરૂ કરી

08/05/2021

- કોરોનાકાળમાં અનેક ભરતીઓ અને બદલીઓ અટકી પડી હતી. 
- પરંતુ હવે લાંબા સમય બાદ સરકારે બદલીઓ શરૂ કરી છે. 

 ગાંધીનગર, અમદાવાદ, 08 મે (હિ.સ.)  કોરોનાકાળમાં અનેક ભરતીઓ અને બદલીઓ અટકી પડી હતી. પરંતુ હવે લાંબા સમય બાદ સરકારે બદલીઓ શરૂ કરી છે. ગુજરાતમાં કોરોના કાળ વચ્ચે 9 આઈએએસ અધિકારીઓની બદલી કરાઈ છે. 


> સાબરકાંઠા કલેક્ટર તરીકે એચકે કોયાની નિમણૂંક કરાઈ 
> એએમ શર્માને ડાંગ આહવા કલેક્ટર તરીકે નિમાયા છે
> ડીએસ ગઢવીને સુરત ડીડીઓ તરીકે બદલી અપાઈ
> કે એલ બચાણી ડીડીઓ ખેડા તરીકે બદલી
> ડીડી કાપડીયા વ્યારા ડીડીઓ તરીકે બદલી
> કેડી લાખાણીની મહિસાગર ડીડીઓ તરીકે બદલી કરાઈ
> પી ડી પલસાણા ને ડીડીઓ નર્મદા તરીકે બદલી કરાઈ
> એ બી રાઠોડને પંચમહાલ ડીડીઓ તરીકે બદલી
> રવિંદ્ર ખતાલેની ડીડીઓ ગીર સોમનાથ તરીકે બદલી

હિન્દુસ્થાન સમાચાર / રેશ્મા નિનામા / માધવી 


 
Top