खेल

Blog single photo

સુમિત નાગલ અર્જેન્ટિના ઓપનમાંથી બહાર ...

06/03/2021

બ્યુનસ આયર્સ, નવી દિલ્હી,  06 માર્ચ ( હિ.સ.) ભારતીય સ્ટાર ટેનિસ ખેલાડી સુમિત નાગલ, આર્જેન્ટિના ઓપનમાં થી બહાર નીકળી  ગયો છે. નાગલને ક્વાર્ટર ફાઇનલમાં, સ્પેનના અલ્બર્ટ રામોસ વિનોલસે 4–6, 6–2, 7-5 થી હરાવીને, સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. 

પહેલો સેટ નાગલે 6-4 થી જીત્યો હતો, અને સેમિ-ફાઇનલ મા ક્વોલિફાય થવા માટે, તેને બીજો સેટ જીતવાની જરૂર હતી, પરંતુ પછી રામોસે, સેમિ-ફાઇનલમાં પ્રવેશ મેળવવા માટે બાકીના બે સેટ જીતીને દમદાર વાપસી કરી હતી.

આ પહેલા નાગલે, તેની કારકિર્દીની સૌથી મોટી જીત નોંધાવતા, અર્જેન્ટિના ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. નાગલે 22 મા ક્રમાંકિત ખેલાડી, ક્રિશ્ચિયન ગેરીનને હાર આપી હતી. નાગલે બીજા રાઉન્ડમાં ગેરીનને 6-4, 6-3 થી હાર આપી  તે, ટોચના 50 ખેલાડી પર તેની પ્રથમ જીત હતી. 

નાગલે ભૂતકાળમાં, રોજર ફેડરર અને ડોમિનિક થીમ જેવા, ટોચના ક્રમના ખેલાડીઓનો સામનો કરેલ છે. તેણે ફેડરર સામે 2019 ના યુએસ ઓપનમાં પ્રથમ સેટ જીતવામાં પણ સફળ રહ્યો. નાગલે 2020 યુએસ ઓપનના બીજા રાઉન્ડમાં, થીમનો સામનો કર્યો હતો. 

 હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી 


 
Top