विदेश

Blog single photo

બ્રિટન ના પ્રધાનમંત્રી જોહનસન એ ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકા કોરોના રસી નો પ્રથમ ડોઝ લીધો

20/03/2021

લંડન, નવી દિલ્હી, 20 માર્ચ (હિ.સ.)    કોવિડ રસી ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકા ઉપર વિશ્વભરમાં ઉદ્ભવતા પ્રશ્નો વચ્ચે, બ્રિટન ના વડા પ્રધાન બોરીસ જ્હોનસન એ એસ્ટ્રાજેનેકાની કોરોના રસીનો પ્રથમ ડોઝ મુકાવ્યો છે. યુરોપિયન અને બ્રિટીશ ડ્રગ કંટ્રોલ સંસ્થાઓએ સ્પષ્ટતા કરી છે કે, રસી ને લઈને લોહી ગંઠાઇ જવાના કોઈ પુરાવા હજુ સુધી મળ્યા નથી. આમ હોવા છતાં, રસી વિશે લોકોમાં ભય અને ચિંતા છે. બ્રિટનના વડા પ્રધાન બોરિસ જ્હોનસન એ રસી મુકાવી ને લોકોની મૂંઝવણને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી હતી.

પીએમ જોહનસન એ એક ટ્વીટમાં લખ્યું છે કે, મેં હમણાં જ ઓક્સફર્ડ એસ્ટ્રાજેનેકા રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. તેમણે વૈજ્ઞાનિકો, એનએચએસ સ્ટાફ અને સ્વયંસેવકો સહિતના દરેકનો આભાર માન્યો, જેમણે આમ કરવામાં મદદ કરી. તેમણે કહ્યું કે, જે જીવનને આપણે ફરી થી જીવવા માટે મિસ કરીએ છીએ, તે માટે રસી લેવી એ શ્રેષ્ઠ બાબત છે. ચાલો રસી લઈએ.

હિન્દુસ્થાન સમાચાર /વીરેન્દ્ર સિંહ /માધવી 


 
Top