विदेश

Blog single photo

પાકિસ્તાન : ફ્રેંચ મહિલા પર ગેન્ગરેપ ના બે આરોપીઓ ને, ફાંસી ની સજા

21/03/2021

લાહોર/ નવી દિલ્હી, 21 માર્ચ ( હિ.સ.)  પાકિસ્તાનમાં એક ફ્રેન્ચ મહિલા પર ગેંગરેપ કરનાર, બે લોકોને ફાંસીની સજા આપવામાં આવી છે. આ બંને આરોપીઓને આતંકવાદ વિરોધી અદાલતે સજા સંભળાવી છે. સપ્ટેમ્બર 2020 માં, આ ઘટના લાહોર-સિયાલકોટ માર્ગ પર બની હતી. આ ઘટના બાદ દેશભરમાં, ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. લોકોએ ખુલ્લેઆમ ગુનેગારોને ફાંસી આપવામાં આવે તેવી માંગ કરી હતી.

પાકિસ્તાની મૂળની ફ્રેન્ચ મહિલાએ, આબીદ મલહી અને શફાકત બગ્ગાએ તેના ત્રણ બાળકોની સામે ગેંગરેપ કર્યો હતો.  પેટ્રોલ ખત્મ થઇ જવા ને કારણે, મહિલાની ગાડી હાઇવેની બાજુમાં ઊભી હતી. તે જ સમયે બંને ગુનેગારો, ત્યાં પહોંચી ગયા હતા અને કારનુ લોક તોડી, આ ગુનો આચર્યો હતો. આ ઘટના બાદ ફરાર દોષિતોને, પોલીસે એક મહિનાની કાર્યવાહી બાદ ધરપકડ કરી હતી. ગુનામાં તેની સંડોવણી તેના ડીએનએ સેંપલ થી સાબિત કરી હતી.

આતંકવાદ વિરોધી અદાલતના ન્યાયાધીશ અરશદ હુસેન ભુટ્ટાએ, તેમજ મલહી અને બગ્ગા ને ફાંસીની સજા પર રૂ.50  હજારનો દંડ ફટકાર્યો છે. લૂંટના મામલામાં કોર્ટે, બંનેને આજીવન કેદની સજા અને પાંચ વર્ષ કેદની સજા પણ કરી છે. બંને દોષિતોની સંપત્તિ જપ્ત કરવાનો પણ, આદેશ આપવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર બંને આરોપીઓએ, મહિલા પાસે રાખેલી 1 લાખ રૂપિયાથી વધુની રોકડ અને સોનાના દાગીના પણ લૂંટી લીધા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અજીત / હિતેશ


 
Top