विदेश

Blog single photo

દક્ષીણ આફ્રિકા ના આરોગ્ય મંત્રી ની કબુલાત : ભારત માં વિકસિત 10 લાખ રસી ના ડોઝ બીજા 14 દેશો ને વેંચવામાં આવ્યા છે

22/03/2021

જોહાન્સબર્ગ/નવી દિલ્હી, 22 માર્ચ (હિ.સ.) દક્ષિણ આફ્રિકાના આરોગ્ય પ્રધાન જવેલી માખીજે એ જણાવ્યું છે કે, તેમના દેશ દ્વારા સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાં વિકસિત 10 લાખ રસી ના ડોઝ અન્ય આફ્રિકન દેશોને વેચવામાં આવ્યા છે.

દક્ષિણ આફ્રિકાની તેના આરોગ્ય કાર્યકરો ને રસી મુકવાની યોજના હતી, તેને અટકાવી દેવામાં આવી છે, જે કોરોના નવા પ્રકારો સામે લડવામાં ઓછી અસરકારક છે. ઉપરાંત, આ રસી 14 આફ્રિકન દેશોમાં વેચવામાં આવી છે.

દક્ષિણ આફ્રિકામાં, રક્તના ગંઠાઇ જવાના અહેવાલ મળ્યા છે ત્યારે એક સમયે આ રસી લાગુ કરવામાં અટકાવવામાં આવી છે. આ રસીનો પ્રથમ માલ આફ્રિકન યુનિયનના નવ સભ્ય દેશોને મોકલવામાં આવ્યો છે. બાકીના અન્ય પાંચ દેશો આ અઠવાડિયાના અંતમાં તેને ખરીદશે.

હિન્દુસ્થાન સમાચાર / સુપ્રભા સક્સેના / હિતેશ 


 
Top