खेल

Blog single photo

સ્વિત્ઝરલેન્ડ નો સ્ટાર ટેનિસ ખેલાડી રોજર ફેડરર, કતર ઓપનમાંથી બહાર

12/03/2021

દોહા/નવી દિલ્હી, 12 માર્ચ (હિ.સ.). સ્વિત્ઝરલેન્ડ નો સ્ટાર ટેનિસ ખેલાડી રોજર ફેડરર, કતર ઓપનમાંથી બહાર થઈ ગયો છે. ગુરુવારે કતાર ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં ફેડરરનો પરાજય થયો હતો, જે ગયા વર્ષે જમણા ઘૂંટણની બે શસ્ત્રક્રિયા બાદ પરત આવેલા જ્યોર્જિયા ના નિકોલોઝ બેસિલશવિલી દ્વારા, ગુરુવારે કતાર ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં હાર્યો હતો.

બેસિલશવીલી એ, એક કલાક અને 50 મિનિટ સુધી ચાલેલી મેચમાં ફેડરર ને 3-6, 6-1, 7-5થી હાર આપી હતી. બેસિલશવીલી એ નિર્ણાયક મેચમાં મેચ પોઇન્ટ સહિત સાત 10 બ્રેક પોઇન્ટ્સને, 4-5 થી બચાવ્યા. ફેડરર તેની સાતમી દોહા સેમિફાઇનલમાં પહોંચવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

 સેકન્ડ સીડ ફેડરર 2020 ઓસ્ટ્રેલિયન ઓપન પછી તેની પ્રથમ ટૂર્નામેન્ટ રમી રહ્યો હતો. અગાઉ, ફેડરરે અંતિમ 16 માં ગ્રેટ બ્રિટનના ડેનિયલ ઇવાન્સને હરાવીને અંતિમ આઠમાં પ્રવેશ મેળવ્યો હતો. ફેડરરે ઇવાન્સને 7-6 (8), 3-6, 7-5થી હાર આપી હતી.

 હિન્દુસ્થાન સમાચાર / સુનીલ /હિતેશ 


 
Top