आर्थिक

Blog single photo

ઓટો ઉત્પાદક નિસાન ઇન્ડીયા એ પણ 1 એપ્રિલ થી ભાવ વધારા ની જાહેરાત કરી

23/03/2021

નવી દિલ્હી, 23 માર્ચ ( હિ.સ.) મારુતિ પછી, ઓટો ઉત્પાદક નિસાન ઇન્ડિયાએ પણ મંગળવારે કહ્યુ હતુ કે, 'કાચા માલના ખર્ચમાં વધારો થવાને કારણે, તે આવતા મહિનાથી તેના ઉત્પાદનની શ્રેણી ની કિમતો માં વધારો કરશે.' કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, 'નિસાન અને ડેટસન ના તમામ મોડેલોના, ભાવ 1 એપ્રિલ 2021 થી વધારવામાં આવશે.' 

કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યુ છે કે, 'ઓટો ઘટકોની કિંમતોમાં, સતત વધારો થયો છે. કંપનીએ છેલ્લા કેટલાક મહિનામાં આ વધારાને, સમાયોજિત કરવાનો પ્રયાસ કર્યો છે.' જોકે, કંપનીએ હજી સુધી કહ્યુ નથી કે, 'કયા મોડેલની કેટલી કિંમત વધશે.' 

નિસાન મોટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર રાકેશ શ્રીવાસ્તવે કહ્યુ કે, 'અમને નિસાન અને ડેટસનના તમામ મોડેલોના ભાવમાં, વધારો કરવાની ફરજ પડી છે.' તેમણે કહ્યું કે. 'આ વધારા વિવિધ મોડેલો માટે, અલગ અલગ હશે, અને અમે ભારતીય ગ્રાહકો માટે, હજી પણ શ્રેષ્ઠ ભાવ આપી રહ્યા છીએ.'

ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા, દેશની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકી ઇન્ડિયા (એમએસઆઈ) એ, જણાવ્યુ હતુ કે, 'કાચા માલના વધતા ખર્ચની ભરપાઇ માટે, તે એપ્રિલથી તેના તમામ મોડેલોના ભાવમાં વધારો કરશે.' 

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / હિતેશ


 
Top